25 હજાર ઈનામી આરોપી નેનાવા ચેકપોસ્ટ પર થી પકડી પાડવામાં આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભા ની ચુંટણી ને લઈ ગુજરાત ની પોલીસ સર્તક્તા બતાવી રહી છે. ખાસ કરીને આંતર રાજ્ય ની સરહદો પર સઘન તપાસ થઈ રહી છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ ટી પટેલ એ છેલ્લા એક માસ થી દારૂ ની હેરાફેરી ના ગુનામાં સંડોવાયેલા ઈસમ ને નેનાવા નજીક થી ઝડપી પાડયો છે. ધાનેરા પોલીસ ને હાથે લાગેલા ઈસમ પર અલગ અલગ પોલીસ મથકે ગુના દાખલ થયેલ છે. જો કે ઈસમ પોલીસ થી નાસતો ફરતો હતો. જેને લઇ મુખ્ય અધિકારી ની ગાંધીનગર ખાતે થી ઈસમ પર 25 હજાર રૂપિયા નું ઈનામ જાહેર કર્યું હતુ.જે ભાગેડુ ઈસમ ધાનેરા પોલીસ ના હાથે લાગ્યો છે. ઈસમનું નામ પીરાભાઈ મેવાભાઈ રબારી જે રાજસ્થાન રાજ્યનાં સાંચોર તાલુકાના પાંચલા ગામ નો રહેવાશી હોવાનું જણાવ્યા મળ્યું છે પકડાયેલા ઈસમ પર બનાસકાંઠા જિલ્લાનાં ડીસા રુલર અને પાટણ તાલુકાનાં વાગડોદ પોલીસ મથકે ગુના દાખલ હતા.

ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ ટી પટેલ એ  જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા અધિક્ષક દ્વારા વોન્ટેડ આરોપી ને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.એજ રીતે ધાનેરા પોલીસ ના હાથે પણ 25 હજાર ઈનામી આરોપી નેનાવા ચેકપોસ્ટ પર થી પકડી પાડવામાં આવ્યો હતો 25 હજાર રકમ નું હકદાર ધાનેરા પોલીસ બની છે. છેલ્લા ઘણા સમય થી વોન્ટેડ આરોપી ને પકડવા મા ધાનેરા પોલીસ ને સફળતા મળી રહી છે. જેના ભાગ રૂપે ધાનેરા પોલીસ ને સફળતા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.