હેડ કોન્સ્ટેબલએ યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ૨૫ લાખની ખંડણી માગી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા અને ભૂજ બદલી કરાયેલા રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવાનારા હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજી વિરુદ્ધ ત્રણ માસ અગાઉ ચડોતરની યુવતીના બિલ્ડર સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી અઘટિત માગણી કરી બ્લેકમેલ કરી યુવતીના બિલ્ડર મિત્ર પાસે ૨૫ લાખની ખંડણી માગતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે યુવતીએ પોલીસકર્મી સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મુકશે દરજીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો.઼
યુવતી પાલનપુર પોલીસ ગ્રાઉન્ડ પર દોડવા જતી
વર્ષ ૨૦૧૮માં પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર પાલનપુર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ ડાહ્યાભાઈ દરજી વિરુદ્ધ ચડોતર ગામની એક ૨૬ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદથી કોન્સ્ટેબલ વિવાદોમાં સપડાયા છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતીને તેના ઘરે આવતા એક બિલ્ડર સાથે મિત્રતા હતી. આ દરમિયાન અનેક સામાજિક પ્રસંગોએ યુવતી અને બિલ્ડર સાથે તેની તસવીરો મોબાલઇમાં હતી. દરમિયાન યુવતી પોલીસની પરીક્ષાની તૈયારી કરતી હોવાથી પાલનપુર પોલીસ ગ્રાઉન્ડ પર દોડવા જતી હતી. જ્યાં મુકેશ દરજી સાથે પરિચય થયો હતો. મુકેશ દરજી સાથે ઓળખાણ, મિત્રતામાં કેળવાતા ફરિયાદી યુવતીએ તેની સાથે પણ કેટલીક તસવીરો ખેંચાવી હતી. દરમિયાન એક દિવસે મુકેશે યુવતી દોડની પ્રેક્ટિસમાં હતી એ વખતે તેના મોબાઇલમાં રહેલી બિલ્ડર સાથેની તસવીરો ઝેન્ડરથી ટ્રાન્સફર કરી લીધી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને મુકેશ દરજી અવારનવાર ધમકાવતો હતો અને ‘જો તું મારી સાથે હોટલમાં આવી શારીરિક સંબંધ નહીં રાખે તો તારી તસવીરો વાયરલ કરી દઈશ. તારી જ્યાં સગાઈ થશે ત્યાં પણ આ તસવીરો સેન્ડ કરીશ અને તારાં સગા-વ્હાલાને પણ તસવીરો બતાવી દઈશ'' ફરિયાદીએ જણાવ્યું કે મુકેશ દરજીએ તેના જે બિલ્ડર સાથેના ફોટોગ્રાફ્સ હતા તેને ફોન કરી અને ૨૫ લાખની ખંડણી માંગી હતી બાકી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત આ માંગણીમાં સેટલમેન્ટ કરી અને છેલ્લે ૫ લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યુ હતું.
આ અંગેની ફરિયાદ નોંધાતા જ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશની અટકાયત કરી તેને પાલનપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ માટે પૂર્વ પોલીસ લઇ આવી હતી અને ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં ૫ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.