સુઈગામ પંથકમાં ઘાસચારામાં અચાનક આગથી અફરાતફરી
સુઈગામ
સુઈગામ પંથકમાં આજે ઘાસચારા માં આગની ઘટના સામે આવી છે. અચાનક લાગેલી આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બધાની વચ્ચે ભાભર અને થરાદ થી આવેલા ફાયર ફાઇટર દ્વારા ભારે જહેમતને અંતે આગ ઉપર કાબૂ મેળવવા માં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં લોકો ના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના રડોસણ ગામે ઘાસચારામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘાસચારા માં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઇ તાત્કાલિક અસરથી ભાભર અને થરાદ થી ફાયર ફાઇટર ને બોલાવવમાં આવ્યા હતા. બન્ને ફાયર ફાઈટરે બે કલાક ની જહેમત પછી આગ ને કાબુ માં લીધી હતી ના કારણે સમગ્ર ઘાસચારો બળી ને ખાખ થતા ખેડૂત ને મોટું નુકસાન થયું છે.