
વાવમાં જ્વેલર્સના વેપારી ઉપર જીવલેણ હુમલો
રખેવાળ ન્યુઝ, વાવ : ગત તા-૧૪/૩/ર૦ર૦ ના રોજ વાવ શહેરની મધ્ધ બજારમાં આવેલા સિલ્વર શોપીંગ સેન્ટરમાં દુકાન નં-ર માં ધરણીધર જ્વેલર્સના નામથી દુકાન ચલાવતા દિનેશભાઈ વેરસીભાઈ વેઝિયા (રાજપુત) બપોરે ૧ઃ૩૦ વાગે તેઓ અને તેમની દુકાનમાં નોકરી કરતા વિક્રમભાઈ મહેશભાઈ રાજપુત ઉભા હતા ત્યારે દીલીપભાઈ રમણીકલાલ સોની અને નવીનભાઈ પોપટભાઈ સોની આવેલ અને કહેવા લાગેલ કે તમો કેમ અમારી દુકાનના ગ્રાહકો તોડાવો છો એમ કહીં બોલાચાલી કરી જતા રહેલ ત્યારબાદ ફરી સાંજે ૬ઃ૧પ કલાકના સુમારે દિનેશભાઈ વેરસીભાઈ વેઝિયા (રાજપુત) પોતે શોપીંગ સેન્ટરના પાછળના ભાગે પેશાબઘર માં પેશાબ કરવા જઈ રહ્યા હતા તેવામાં નરેશભાઈ શંકરભાઈ સોની અરવિંદભાઈ ચુનીલાલ સોની વિક્રમભાઈ અશોકભાઈ સોની સહીત પાંચ લોકોએ ગડદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ દીનેશભાઈ (રાજપુત) ને માથાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોચતા લોહી નીકળેલ તેમજ શર્ટ ફાટી ગયેલ હતું દિનેશભાઈએ બુમ-બરાડા કરતાં વિક્રમભાઈ મહાદેવભાઈ (રાજપુત) વનરાજભાઈ પીરાજી રાજપુત રહે (ખી.પાદર તા વાવ) વાળા વચ્ચે પડી દિનેશભાઈને છોડાવેલ અને ત્યાર બાદ ઈજાગ્રસ્ત દીનેશભાઈને રાત્રીના સમયે વાવ રેફરલ હોસ્પીટલ માં સારવાર હેઠળ ખસેડી સારવાર કરાવી હતી અને વાવ પોલીસે હોસ્પીટલની અંદર ઈજાગ્રસ્ત દિનેશભાઈ રાજપુતનું નિવેદન લઈ દીનેશભાઈ વેરસીભાઈ રાજપુત ની ફરીયાદના આધારે પાંચ ઈસમો વિરૂધ જે પૈકી ના દિલીકભાઈ રમણીકલાલ સોની, નવિનભાઈ પોપટલાલ સોની, નરેશ શંકરભાઈ સોની અરવિંદકુમાર ચુનીલાલ સોની, વિજય અશોકભાઈ સોની, તમામ રહે વાવ વાળા વિરૂધ્ધ વાવ પોલસે કલમ ૩ર૩,ર૯૪(બી) પ૦૬ (ર) ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાકે ફરીયાદના મુદે વેપારી બજારમાં દોડધામ મચી જવા પામી છેં