
વાવના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવા તંત્રને ફુરસદ નથી
રખેવાળ ન્યુઝ વાવ : સરહદી વાવ શહેર ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોથી વાવ શહેર ખાતે રૂ.૩.પ૦ કરોડના ખર્ચે પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ખાત-મુહર્ત કરાયા બાદ છેલ્લા ૩ વર્ષ સુધી પૂર જાશમાં કામગીરી ચાલ્યા બાદ તમામ સુવિધાઓથી સજ્જ એવું રૂ.૩.પ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યા બાદ ગત તા.ર૬-૧-ર૦ ના રોજ લોકાર્પણ કર્યા વિના-મંગલ પ્રવેશ થઈ જતાં વાવ પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વાવ પંથકની જનતામાં એકજ સવાલ ચર્ચાસ્પદ બન્યો છે. કે રૂ.૩.પ૦ કરોડના ખર્ચે બનેલા સામૂહીક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાની તંત્રને ફુરસદ ન મળી..વધુમાં સમગ્ર સરહદી વાવ પંથકની જનતાની ઉગ્ર અવાજે માંગ છે કે તમામ સુવિધાઓથી સજ્જ બનેલા વાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રજાને દવા, લેબોરેટરી, એક્ષરે, તેમજ તમામ પ્રકારના સર્જન ર્ડાક્ટરોની સુવિધા મળી રહે તે જરૂરી છે. વધુમાં આ રેફરલ હોÂસ્પટલનો મૂખ્ય આધાર સ્તંભ ગણાતા એમ.ડી.મેડીસીન અને એમ.ડી. ગાયનેક ર્ડાક્ટરની ભરતી કરાય તે જરૂરી છે જેથી કરીને હૃદય રોગ,અને પ્રસુતિના દર્દીઓ માટે વધુ રાહત મળી શકે છે તેમજ વાવ તાલુકાની જનતા આરોગ્ય સેવા સરળ બની રહે.