
વાવના ભાટવરમાં ટકાવારી માંગતો વિડીયો સામે આવતા તલાટી સસ્પેન્ડ
વાવ તાલુકાના ભાટવર ગામના તલાટીનો બાંધકામ જોઈ કોન્ટ્રાક્ટર પાસે ટકાવારી માંગતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જેને પ્રથમ દ્રષ્ટિ પુરાવો ગણી જીલ્લા વિકાસ અધિકારીએ લાંચિયા તલાટી સતીષ દરજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે. જેનાથી જીલ્લાના તલાટી આલમમાં વહીવટી ખળભળાટ મચી ગયો છે. તલાટીએ વિડીયોમાં અન્ય તલાટીઓ પણ ૭થી ૮ ટકા લેતાં હોવાની ટીપ્પણી કરી હતી.
વાવ તાલુકાના ભાટવર ગામના તલાટી અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો વિડીયો આવ્યો હતો. જેમાં તલાટી સતિષ દરજી ગામનું સરકારી બાંધકામ ચકાસણી કરવા સ્થળ પર પહોંચ્યા બાદ ટકાવારીની વાતચીતનો વિડીયો આવ્યો હતો. વાયરલ વિડીયોમાં તલાટી પોતે ટકાવારી ફીક્સ કરતો હોવાનુ પ્રથમ દ્રષ્ટિએ પુરાવો માની શકાય છે. આ સમગ્ર મામલે જીલ્લા વિકાસ અધિકારીએ મોટી કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી તલાટીને સસ્પેન્ડ કર્યો છે.