વડગામ, વરવાડીયા,ધોતા રોડની સાઈડો બિસ્માર થતાં વાહન ચાલકો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

(અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ): તાલુકા મથક વડગામ તાલુકા પુસ્તકાલય આગળ થી પસાર થતાં રોડ વરવાડીયા ધોતા વરણાવાડા સકલાણા પાંચડા ઘોડીયાલ વણસોલ વગેરે વડગામ સકૅલમાં સમાવિષ્ઠ અડધા તાલુકાના ગામોને સાંકળે છે. તાલુકાના છેવાડાના ગામોના લોકોને આવવા જવા અંતર ઘટતું હોઈ વડગામ વરવાડીયા ધોતા રોડ પર 24 કલાક ટ્રાફિક જામ રહે છે જેના કારણે અહીં પસાર થતાં વાહન ચાલકો રાહદારીઓ અને ગ્રામજનો ને માગૅ યોજના પંચાયત પેટા વિભાગને રોડ સાઈડ મરામત કરવા રજૂઆત કરવામાં આવી હાવા છતાં છેલ્લા પાંચ વર્ષથી રોડની બન્ને સાઈડનું રીપેરીંગ કામ કાગળ પર થતું હોવાનું જણાઈ આવે છે.

સદરહુ રોડ મામલતદાર કચેરી ગોળા રોડ થી સરકારી તાલુકા પુસ્તકાલય આગળ થી પ્રારંભાય છે ત્યાં થી રોડ ની બન્ને સાઈડ પર ખાડા પડ્યા છે, ત્યાંથી આગળ પરામાં જતાં મોટા કટ પડ્યા છે, વરવાડીયા નજીક એચપી ગેસ ગોડાઉન આસપાસ જીવલેણ રેઈન કટ પડ્યા છે આ તમામ મુશ્કેલી ઓ છેલ્લા પાંચ વર્ષથી પ્રજા ભોગવી રહી છે. કેટલાક લોકો પાસે થી મળતી માહિતી મુજબ ચોમાસું પુણ્ય થાય ત્યારે રોડ સાઈડ મરામતનું મોટું વાઉચર ઉધારવામાં આવતું હોય છે જેમાં કોન્ટ્રાકટર, ટેકનિકલ સ્ટાફ જવાબદાર હોવાનું લોકોમાં ચર્ચાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.