
વડગામમાં કાર ઝાડ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ.
વડગામ તાલુકાના ગામે કાર ઝાડ સાથે ટકરાતા અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. વડગામ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતના વધતા જતાં બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. વડગામ તાલુકાના લીંબોઇ પાસે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. સમગ્ર મામલે વડગામ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે.