
વડગામના બાદરગઢમાં દિલ્હીથી પરત ફરેલા પાંચ લોકોને કોરેન્ટાઇન કરાયા
પોલીસ અને આરોગ્ય વિભાગે જમાતી લોકોને શોધી કાઢવા અભિયાન હાથ ધર્યું
રખેવાળ ન્યુઝ છાપી
વડગામ તાલુકાના બાદરગઢ ગામેથી દિલ્હી ધાર્મિક કાર્યક્રમમાં જઇ પરત ફરેલા પાંચ મુસ્લિમ લોકોને વડગામ આરોગ્ય વિભાગ દ્રારા શોધી કાઢી તમામને બુધવાર સાંજે જગાણા ખાતે કાર્યરત કરાયેલ કોરેન્ટાઇન વોર્ડમાં શિફ્ટ કરાતા તાલુકામાં હડકંપ મચી ગયો હતો.
દિલ્હી નિઝામુદ્દીન વિસ્તારમાં એક ધાર્મિક સ્થળમાંથી એક હજાર કરતા વધુ ભેગા રહેલા શંકાસ્પદ લોકો મળી આવ્યા હતા. જેમાં અનેક લોકો ગુજરાતમાંથી ગયા હોવાનું સામે આવતા બનાસકાંઠા જિલ્લા પોલીસ સહિત આરોગ્ય વિભાગ હરકતમાં આવી દિલ્હીથી બનાસકાંઠાના વિવિધ સ્થળો ઉપર પરત ફરેલા લોકોને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન સૂત્રો દ્રારા મળેલ માહિતી મુજબ વડગામના બાદરગઢ ગામે દિલ્હી માં ધાર્મિક કાર્યક્રમમાં જઇ સોમવાર સાંજે પાંચ લોકો એક બીજાના સંપર્કમાં આવી પરત ફર્યાની માહિતી મળતા વડગામ બી.એચ.ઓ ડો.પ્રકાશભાઈ ચૌધરી અને કોરેન્ટાઇન ટિમ દ્રારા આ તમામ પાંચ લોકોને શોધી કાઢી જગાણા ખાતે કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. હજુ પણ કેટલાક મુસ્લિમ લોકો જમાતમાંથી પરત ફરી વિવિધ ગામોમાં આવ્યા હોવાની હકીકતને લઈ પોલીસ તેમજ આરોગ્ય વિભાગ દ્રારા દેશ ના વિવિધ રાજ્યોમાં ધાર્મિક કાર્યક્રમો જઇ પરત ફરેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનુ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. દરમિયાન કેટલાક લોકો ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળે છે અને તેઓ તાલુકામાં શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે અને વધુ એક શખ્સને તાલુકાના લિબોઈ ગામેથી આરોગ્ય વિભાગે કોરેન્ટાઇન કર્યાના અહેવાલ સાંપડ્યા હતા.