લોકડાઉન સમયે ખેડૂતો અને પશુપાલકો માટે બનાસ ડેરીનો ઐતિહાસિક નિર્ણય બનાસ ડેરી ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદશે : શંકરભાઈ ચૌધરી
sLWv2MsCpSA
લોકડાઉનના કારણે માર્કેટયાર્ડો બંધ છે ત્યારે ખેડૂતો ઘરઆંગણે પેદાશો વેચી શકશે
ડીસા
કોરોના વાયરસના કારણે લોકડાઉનનો ચુસ્ત અમલ થતાં સમગ્ર અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. જીવન જરૂરી આવશ્યક ચીજા સિવાયના તમામ બજારો બંધ છે તેમાં પણ કુદરતી આફતોનો અવારનવાર ભોગ બનેલા ખેડૂતો અને પશુપાલકોની માર્કેટયાર્ડ પણ બંધ રહેતા હાલત અતિ કફોડી બનવા પામી છે ત્યારે ખેડૂતોની ખેતપેદાશો ખરીદવાનો ઐતિહાસિક લઈ બનાસ ડેરી વધુ એક વખત જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો માટે જીવાદોરી પુરવાર થઈ છે.
બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ આ બાબતે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં બનાસ ડેરીએ તેમની ખેતપેદાશો ખરીદવાનો નિર્ણય કર્યો છે.આમેય ઘઉં, જુવાર, બાજરી જેવા પાક થકી બનાસ દાણ બને છે તેથી બનાસ દાણના રો મટેરીયલને પુરૂં કરવા ખેત પેદાશો ખરીદવાનો સંચાલક મંડળે સર્વાનુમતે નિર્ણય લીધો છે. જેથી ‘એક પંથ દો કાજ’ ઉÂક્ત મુજબ ખેડૂતો લોકડાઉનના સમયગાળા દરમ્યાન બનાસ ડેરી સાથે સંકળાયેલા મંડળીઓમાં પોતાનો પાક વેચી શકશે.
બનાસ ડેરીના વધુ એક ખેડૂતલક્ષી નિર્ણયથી જિલ્લાના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી સાથે ખરા તાકડે ડેરી મદદરૂપ બની હોવાની લાગણી છવાઈ છે.
બનાસ ડેરીનું રપ લાખ રૂ.નું ફંડ
ગુજરાત સહિત દેશમાં કોરોના વાયરલે હાહાકાર મચાવ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર કોરોના નાથવા કડક પગલાં લઈ આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. સરકારના આ કામમાં સેવાભાવી અને સ્વૈચ્છીક સંસ્થાઓ પણ આર્થિક સહાયનું યોગદાન આપી રહી છે ત્યારે કુદરતી આફતો સમયે હરહંમેશ પ્રજાની પડખે રહેતી એશિયાની નંબરવન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને સંચાલક મંડળે પણ રપ લાખ રૂપિયાનું માતબર ફંડ આપી વધુ એક વખત સામાજીક દાયિત્વ નિભાવ્યું છે. જ્યારે ‘આપણી બેંક બનાસ બેંક’ પુરવાર થયેલ બનાસ બેંકના કર્મચારીઓએ પણ ૧૦ લાખ રૂપિયાનું ફંડ આપ્યું છે.