લાખણી શૌચાલયના કથિત કૌભાંડમાં ટીડીઓ નિષ્ફળ, ACBની તપાસ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણી તાલુકા પંચાયત હેઠળ ગત વર્ષોમાં થયેલી શૌચાલય યોજનાની અમલવારી સવાલો વચ્ચે છે. કથિત કૌભાંડમાં સખીમંડળોએ જોગવાઈઓનો ભંગ કર્યો છતાં ટીડીઓ સહિતના નિષ્ફળ રહ્યા છે. આ દરમ્યાન સ્થાનિક અરજદારની રજૂઆતને પગલે એસીબીએ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં સંબંધિતો બચાવ માટે એક્શન મોડમાં આવ્યા છે.
 
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં શૌચાલયનું ભૂત એક વર્ષથી ધૂણી રહ્યું છે. સખીમંડળોને સરેરાશ ૫૦ લાખથી વધુનું ચૂકવણું અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. કથિત કૌભાંડમાં સંબંધિતોની શંકાસ્પદ ભૂમિકા તપાસવામાં ટીડીઓ અને ગ્રામ વિકાસ એજન્સી નિષ્ફળ ગઈ છે. લેખિત નિયમોનો ભંગ કર્યો છતાં સખીમંડળો સામે કાર્યવાહીથી અળગા રહ્યા છે. એક વાતચીતમાં ટીડીઓ સેનમાએ બે-પાંચ શૌચાલયો નહિ બન્યાનો સ્વિકાર કર્યો હતો. જોકે તાલુકા અને જિલ્લા પંચાયતની તપાસ સામે નિષ્ફળતા પારખી સ્થાનિક નાગરિકે એસીબીમા ફરીયાદ કરી હતી.
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, રજૂઆતને પગલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સખીમંડળ અને સંચાલક સામે તપાસ શરૂ કરી છે. આ સાથે હાઇકોર્ટમાં કથિત કૌભાંડની ફરીયાદ થયાનું સામે આવતાં લાખણી તાલુકાનો વહીવટ મંથન કરવા મજબૂર કરી રહ્યો છે. સૌથી મોટી વાત સામે આવી કે, ટીડીઓ અને ડીઆરડીએ યોજનામાં પારદર્શકતા સિધ્ધ કરવામાં નિષ્ફળ રહ્યા ? આ સવાલ નવીન લાભાર્થીઓ માટે ચિંતાજનક બન્યો છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.