
લાખણી: બાઇકસવાર ઇસમે સ્થાનિક દુકાનદાર ઉપર ફાયરિંગ કર્યુ
લાખણી તાલુકાના ગામે દુકાનદાર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા બુકાનીધારી યુવકે બાઇક પર આવી ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીલ્લામાં અસામાજીક તત્વો બેફામ બન્યા હોય તેમ ફાયરિંગ કરી શખ્સ પળવારમાં ફરાર થઇ ગયો હતો. ફાયરિંગમાં દુકાનદાર ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જીલ્લામાં અસામાજીક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યુ છે. લાખણી તાલુકાના મકડાલા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. સ્થાનિક દુકાનદાર પર કોઇ અજાણ્યા બુકાનીધારી ઇસમે બાઇક પર આવી મારી નાંખવાના ઇરાદે ફાયરિંગ કર્યુ હતુ. ઘટનામાં દુકાનદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સુત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લામાં થોડા સમયથી અસામાજીક તત્વો બેફામ બન્યા છે. વારંવાર ચોરી-લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. લાખણી તાલુકાના ગામે અગમ્ય કારણોસર થયેલ ફાયરિંગ મામલે હાલ તો આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ પોલીસ આવા અસામાજીક તત્વો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરે તેવી લોકમાંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે