
રાજ્ય સરકારના નિર્ણય સામે ડીસાના જીવદયાપ્રેમીઓનો આકરો
રખેવાળ ન્યુઝ ડીસા : રાજ્ય સરકાર પોતાના મહત્વકાંક્ષી પ્રોજેકટ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે મરધીના ઈંડા આપવાનો અહિંસા વિરોધી નિર્ણય કર્યો છે.જોકે અહિંસા પ્રેમી એવા ગુજરાતમાં અનેક ઠેકાણે તેનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે. ગુજરાતમાં સરકાર ખુદ શાકાહારીઓને માંસાહાર તરફ ધકેલવાનો સરકારના આ પ્રયાસનો સખત વિરોધ થઈ રહ્યો છે તેમજ સરકારના આ તઘલઘી નિર્ણય સામે ડીસાના જીવદયાપ્રેમીઓએ સરકાર સામે બાયો ચડાવી છે અને સરકારના આ નિર્ણય ને પરત લેવામાં આવે તેવી ઉગ રજુઆત પણ કરવામાં આવી રહી છે. આ રજુઆતને સરકાર દ્વારા ધ્યાનમાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ડીસામાં જીવદયા પ્રેમી એવા કિશોરભાઈ દવે સરકારના આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિણર્ય પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે કુપોષણ માટે નારિયળ અને ગોળના લાડુ આપ્યા તો પછી ગુજરાતમાં માંસાહાર કેમ જે બાબતને લઈ ગુજરાતની અહિંસાપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.