યુવકની PSIને ધમકીઃ એક દિવસમાં ફોન આપી દેજો નહીં તો એકાદ પોલીસવાળો જાનથી જશે, કોન્સ્ટેબલને છરી મારી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરઃ દિયોદર પોલીસે થોડા દિવસો અગાઉ પોલીસ મથકમાં વીડિયોગ્રાફી કરવા બાબતે જપ્ત કરેલો મોબાઇલ છોડાવવા સોમવારે એક શખ્સ છરી સાથે પીએસઆઇની ચેમ્બરમાં ઘૂસી જતાં દોડધામ મચી ગઈ હતી. ચેમ્બરમાં ઘૂસી એક દિવસમાં ફોન આપી દેજો નહીં તો એકાદ પોલીસવાળો જાનથી હાથ ધોઈ બેસશેની પીએસઆઇને ધમકીઓ આપી બજારમાં ખુલ્લેઆમ છરી ગુમાવી રહ્યો હતો.જેને ઝડપી પાડવા પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલને છરીથી મારી દીધી હતી. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે ખસેડાયો હતો.આ બનાવે શહેરમાં ચકચાર જગાવી હતી.આ પોલીસે ગુનો દાખલ કરી શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
દિયોદર ખાતે રહેતા ભરતભાઇ વખતરામભાઇ વ્યાસનો થોડા દિવસ અગાઉ પોલીસ મથકમાં વીડિયોગ્રાફી કરવા બાબતે આઈટી એક્ટના ગુનામાં મોબાઇલ જપ્ત કર્યો હતો.જોકે તે બાદ સોમવારે ભરત મોબાઇલ પરત લેવા દિયોદર પીએસઆઇ એસ.એસ.રાણેની ચેમ્બરમાં છરી સાથે ઘૂસી એક દિવસની મુદત આપું છું મારો મોબાઇલ મને પરત નહીં આપો તો તારો એકાદ પોલીસવાળો જાનથી હાથ ધોઈ બેસશેની ધમકીઓ આપી ભરત પોલીસ મથકેથી નીકળી શ્રીનાથ મોલ નજીક ખુલ્લેઆમ હાથમાં છરી ફેરવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ દરમિયાન કોન્સ્ટેબલ કરણસિંહ રણછોડજી ભરતને પકડવા જતાં ભરતે કરણસિંહને છરી મારી દીધી હતી.જોકે અન્ય પોલીસકર્મીઓએ ભરતને ઝડપી છરી જપ્ત કરી પોલીસકર્મીને મારી નાખવાના ઇરાદે હુમલો કરનારા ભરત વ્યાસ સામે કોન્સ્ટેબલ કરણસિંહ રણછોડજીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.છરી સાથે બે રોકટોક પોલીસ મથકમાં ઘૂસી ગયેલા યુવાનને ભર બજારમાં ઘૂસી લોકોમાં દહેશત ફેલાવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.