માનવીને સાચો રાહ ચિંઘનાર ઓલિયા સંતશ્રી સદારામ બાપુ સદાય યાદ રહેશે
સંતોને તીર્થો કરતાં પણ ચઢિયાતા ગણાવ્યા છે. તીર્થયાત્રાઓના ફળ તો ઘણા સમય બાદ મળે કે ન પણ મળે પરંતુ સંતોનો સમાગમ નો તાત્કાલીક ફળ આપનાર બને છે.
જાતને જાણ્યા પછી જન્મ-મૃત્યે ટળે જેમ પારો પાણીમાં પાછો નાવે ભોજન બ્રહ્મ લેના જેને ગુરુ મળે તો નરદેહ અભેદ પદ પાવે. પોતાની જાતને એટલે કે સ્વને ઓળખનારા અને ઓળખાવનારા બ્રહ્મવેતા ગુરુ મળે તો તેની પાસેથી માણસ હું કોણ ? નું જ્ઞાન મેળવી પરમાત્મા સાથે બ્રહ્માડ વ્યાપી અનંત ચૈતન્ય સાથે અભેદ પ્રાપ્ત કરી શકે. અભેદ તો છે જ પણ તેને જાણવા અનુભવવો એ જ સાચું જ્ઞાન.
બનાસકાંઠા જીલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી દક્ષિણ દિશામાં બનાસનદીના તટે ૯ કો.મી.ના અંતરે આવેલ નાનકડા ટોટાણા ગામે આજસુધી એક સદી પહેલાં ઠાકોર સમાજના મોહનજી ઠાકોર ના ગુહે લખુબાઈના કુખે બાળ રત્નનો જન્મ થયો જેનું બચપણ અનેક યાતનાઓ વચ્ચે ગુજર્યું ને એ સમયગાળામાં અચાનક વડોદરા ખાતે પારસમણી સમાન ગુરુ સંતશ્રી મસ્તરામજી મળ્યાને આ બાળકના જીવનમાં પરિવર્તન આવ્યુંને આ બાળક એ જ સંત સદારામ બાપુના નામે પ્રસિદ્ધ થયા. સંત સદારામ બાપુનું જીવન તેમના નામ પ્રમાણે સદા સાદુને ઉમદા જેમણે જાણ્યું કે ધર્મ એતો જીવન જીવવાની ઉમદા કળા છે. સ્વયં સુખ-શાંતિ પૂર્વક જીવો અને અન્ય જીવોને સુખ-શાંતિથી જીવવા દો.
ધર્મ ન હિન્દુ-બૌદ્ધ છે, ધર્મ ન મુÂસ્લમ – જૈન ધર્મ ચિતની શુદ્ધતા ધર્મ શાંતિ સુખ ચેન
કાંકરેજ તાલુકાના શૈક્ષણિક સામાજીક રીતે પછાત વિસ્તારમાં ટાકોર સમાજમાં જાગૃતિ લાવવામાં મોટું યોગદાન આપનાર આ ઓલિયા સંતશ્રી સદારામ બાપુ એ દરેક સમાજમાંથી વ્યસનો ખોટા રીત-રીવાજા બ્રાહ્મય ડંબરોને દૂર કરી સાચા માનવ બનવાનો સંદેશો પોતાની કાલીઘેલી ભાષામાં સ્વરચિત ભજનો થકી આપીને સમાજમાં જાગૃતિ લાવવાનું ઉમદા કાર્ય કર્યુ છે. ભૂખ્યાને ભોજન તરસ્યાને જળ ને પશુ-પંખીઓને ચણ આપીને ખુશ રહેવું એજ જીવનનું ધ્યેય બનાવનાર સાચા સંત પૂ. સદારામબાપુને હિન્દુ-મુÂસ્લમ-જૈન સમાજ દ્વારા અનોખુ સન્માન મળતું રહે ે. તેવા આ રોટી સંત “છોટે જલારામ” તરીકે લોક હદયમાં સ્થાન પામ્યા ટોટાણાના અબ્બાસભાઈ તથા અકબરભાઈ તરફથી ભોજન શાળા માટે જમીન બે રૂમોના બાંધકામ માટે રોકડ દાન પણ મળેલ છે. પુ.સંત સદારામ બાપુના આકામમાં સતત દાન અન્નનો પુરવઠો અવિરત પણે આવતો જ રહ્યો છે.
એવા આ ઓલીયા સંતશ્રી સદારામ બાપુની નિખાલસતાના દર્શન દરેક સ્થળે થાય આશ્રમમાં વારે તહેવારે કે ગમે ત્યારે ભક્ત રૂ.૧૦ આપે કે ધનનો ઢગલો કરે એ ચહેરા પરનો ભાવ બંને ભક્તો માટે સરખોજ જાવા મળે આ જ સંતની સાચી ઓળખ છે ને ? સદા હસતો ચહેરો – સદી વટાવી ચુક્યા છતાં થાકની કોઈ અસર નહી ભક્તને માથે ટપલી મારીને ફતેહ નારાયણ કરે બસ એજ આશિર્વાદના ભક્તો પણ જાણે ભુખ્યા હોય ને તેમ ઝુમી ઉઠે “સંત ન હોત સંસારમાં તો છળી જાત બ્રહ્માંડ સંતશ્રી સદારામ બાપુના દર્શન જ્યારે કરો ત્યારે એક અનોખી તાજગીનો અહેસાસ થાય “સંત” એ કોઈ પદવી નથી પણ લોક હદયમાંથી નીકળેલો એ પ્રવાહ છે જે અલૌકીક માનવદેહ થકી “માનવ” ને સ્પર્શે સંતશ્રી સદારામ બાપુના મૌલીક ભજનો ડોસી છીકણી તાણવી હવે છોડી દે જે રે ડોહા બંધાણ કરવા હવે છોડી દે જે “રામ રસ પીઓ બીજાને રે પાવો પહેલા લાગે કડવો પછી લાગે મેઠો” જીવ મારૂ તારૂ મુકી દેવું. આત્મા પણુ માખી દેવું દાસ સદારામ કહે છે રે મરે તારી ચારે ખાંણી મુરખ ને શું કહેવું રે ટેક રે ટકે ના પાણી હે જીવ લોભ લાલચને હવે છોડી દેજા સદારામના પ્રભુને તમે ભજીલેજા હે જીવ આધાર પાછી કોઈની કરશો નહી તમે પાડોશી પ્રભુની સાથે લડશો નહી હે જીવ ભÂક્તના વાધા પેરી કોઈને ઠગશો નહી હે જીવ દારૂ પીતા ના દારૂ પીશો નહી ગાંજા – ભાંગ તમાકુ, ગુટકા અફીણ સામે નજર કરશો નહી પશુ – પક્ષીને મારશો નહી. આવા અનેક સ્વરચિત ગામઠી ભાષામાં ભજનો દ્વારા સમાજમાં જાગૃતિનું ઉમદાકામ કર્યું. ભજનનું વાયક આવ્યું એટલે જવું જેને ત્યાં ગયા બાદ ઉમદા ભજન દ્વારા આખબા મારી માનવ જીવન સાચો રસ્તો બતાવવાનું કાર્ય કરતા મુખમાં એક જ આશિર્વાદ હદયથી નીકળે “નારાયણ કરે તે સાચું” કદાપિ કોઈને જીવનમાં પ્રવેશવા ન દીધો સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં માનવી ચેતના જગાડી દરેક સમાજના લોક પ્રિય ઓલીયા સંત પૂ.સદારામ બાપુ વીશે કલમ
આભાર – નિહારીકા રવિયા જેટલું લખે તેટલું ઓછું છે. ટોટાણા કે માલસર જ્યાં હોય ત્યાં ભક્તોની ભીડ સદી વટાવી ચુકેલા સંતશ્રી સદારામ બાપુની ઉમરાવસ્થાને કારણે તબીયત નાદુરસ્ત છે. પાટણ સારવાર બાદ ટોટાણા આશ્રમ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રહ્મલીન થયા હતા.