ભીલડી રેલ્વે સ્ટેશન પાસે કર્મચારીની લાશ મળી આવતા ચકચાર
ડીસાના ભીલડી રેલ્વે સ્ટેશન પાસે કર્મચારીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં રેલ્વેના સત્તાધિશો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. રેલ્વે કર્મીનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળી આવતા રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાના અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે મૃતક કર્મચારીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યુ હતુ.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ભીલડી રેલ્વે સ્ટેશન નજીકથી લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં ટ્રેન નીચે કચડાઇ જવાથી મોત થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે ઘટનાને લઇ એનક તર્ક-વિતર્કો સર્જાયા છે. રેલ્વે કર્મચારી જભલસિંહ ડાભીની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.