ભીલડી અને પાલડીમાંથી બે બોગસ તબીબ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ભીલડી : લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરે મળેલ બાતમી આધારે ભીલડી અને પાલડી ગામે આકસ્મિક દરોડો પાડી બે બોગસ ડોકટરોને રંગે હાથ ઝડપી પાડયા હતા.ડીસા સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોકટરો બિનધિકૃત પ્રેક્ટિસ કરી જન આરોગ્ય જોખમાવતા હતા જેના કારણે દર્દીઓના અકાળે મોતના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હતા. જેને ગંભીરતાથી લઈ નવનિયુક્ત બાહોશ જિલ્લા આરોગ્ય અધિકારી ડા. મનીષ ફેન્સીએ બોગસ ડોકટરો પકડવા ઝુંબેશ આદરી છે જેમાં જાહેરમાં જન જીવન જોખમાવતા બોગસ ડોકટરો પકડાવા પણ લાગ્યા છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીની ઝુંબેશમાં સુર પુરાવતા ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડો. જીજ્ઞેશ હરિયાણીએ પણ બોગસ ડોકટરો ઝડપવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસર અને સ્ટાફને    પરિપત્ર દ્વારા તાકીદ કરી અન્યથા તેમની જવાબદારી 'ફિક્સ' કરી હતી.  તેથી પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતનો આરોગ્ય સ્ટાફ હરકતમાં આવી સચેત અને સજાગ બની ગયો છે ત્યારે લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડા. કે. પી. દેલવાડિયાએ મળેલ બાતમી આધારે સ્ટાફ સાથે ગઈકાલે બુધવારે ભીલડીમાં અચાનક દરોડો પાડી બિન અધિકૃત રીતે પ્રેકટીસ કરતા ડા. કમલેશ પટેલને ઝડપી પાડ્‌યો હતો. ત્યારબાદ ભીલડી નજીક આવેલ પાલડી ગામે પણ આકસ્મિક દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ડા. મહેન્દ્રપુરી દશરથપુરીને રંગેહાથ ઝડપી પાડ્‌યો હતો. બાદમાં બંને બોગસ ડોકટર વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો તેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગના આ સપાટાથી પંથકમાં ચકચાર મચી જવા સાથે બોગસ ડોકટરો ફફડી ઉઠ્‌યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.