
ભાભર મામલતદાર કચેરી નજીક અકસ્માતમાં એક યુવાનનું મોત,
ભાભર
ભાભર ના નજીક ભાભર રાધનપુર હાઇવે ઉપર ગઈકાલે સાંજે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતાં અરેરાટી વ્યાપી છે. ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
ભાભર રાધનપુર હાઈવે રોડ ભાભર મામલતદાર કચેરીના નજીક ગઈકાલે સાંજે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક ના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત થયું હતું અકસ્માતની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાન ભાભર ના ચીનુભાઇ અરજણભાઇ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. ભાભર ખાતે સી.એચ.સી. માં પીએમ કરાવી ભાભર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.