
ભાભરના વજાપુર જૂના ગામની સીમમાં કૌટુંબીક બહેનના મારી નાખવાની ધમકી આપી.
ભાભર
ભાભરના વજાપુર જૂના ગામની સીમમાં શખ્સે પોતાની કૌટુંબીક બહેનને જ છરીથી પતાવી દેવાની ધમકી આપી માર મારી દુષ્કર્મ આચરતા બહેને કૌટુંબીક ભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાભરના વજાપુર જૂના ગામની સીમમાં ૧૨ માર્ચે યુવતી એરંડા વિણી રહી હતી. તે સમયે પહોંચેલા યુવતીના કૌટુંબીક ભાઇએ યુવતીને પકડી તું કેમ લગ્ન કરે છે તેવું કહી તું મને શરીર સંબંધ બાંધવા દે નહીંતર તને છરીથી પતાવી દઇશની ધમકીઓ આપી હતી અને તે બાદ શખ્સે તેની બહેનને જ માર મારી એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેને લઇ ઘટનાને ૧૦ દિવસ બાદ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ તેના કૌટુંબીક ભાઇ દશરથભાઇ બિજલભાઇ ઠાકોર (રહે.ભાણખોડ,તા.વાવ, હાલ રહે.હરકુંડીયા,તા.ભાભર) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.