ભાભરના ગાગુન નજીક જીપ ડાલા અને ઈકો ગાડી વચે અકસ્માત ૧નું મોત : ૩ ઘાયલ
faOykKZGhQQ
રખેવાળ ન્યુઝ ભાભર
દર્શન કરી પરત ભાભર ફરી રહેલ ઠક્કર પરિવારને નડ્યો અકસ્માત
ભાભર તાલુકાના ગાગુન નજીક ઈકો ગાડી અને જીપ ડાલા વચ્ચે અકસ્માતમાં મીઠા ગામની સસ્તા અનાજની દુકાન સંચાલક મનુભાઈ ઠક્કરનું ઘટના સ્થળે મોત થતાં અરેરાટી મચી છે. મૃતકને ભાભરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુકામે પીએમ માટે લવાયા છે.
અકસ્માત માં પરિવારના ૩ સભ્યો મધુબેન મનુભાઈ ઠક્કર, આશિષ મનુભાઈ ઠક્કરતેમજ એક વૃદ્ધ ઘાયલ થયેલ છે. જ્યારે જીપ ડાલા ચાલક ગાડી મૂકી નાસી ગયેલ છે. જાકે, ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્ય વાહી હાથ ધરેલ છે.સસ્તા અનાજ ની દુકાન સંચાલક મનુભાઈ ઠક્કરના મોત ના સમાચાર મળતાં ભાભરના નગરજનો તેમજ સબંધી ઓ ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.