બે તબીબોએ શેર બજારમાં ઓનલાઇન ટ્રેડિંગ કરવા જતાં ઓનલાઇન ટ્રેડિંગમાં રૂ. 51.20 લાખ ગુમાવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના બે તબીબોએ શેર બજારમાં ઓનલાઇન ટ્રેડિંગ કરવા જતાં રૂ. 51.20 લાખ ગુમાવ્યા હતા. જેમાં એક તબીબને રૂપિયા 42.81 લાખના રોકાણ સામે રૂ. 1 કરોડનું પ્રોફિટ બતાવવામાં આવતાં બીજા તબીબે રૂપિયા 8.50 લાખનું રોકાણ કર્યુ હતુ. પાલનપુર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ડીસામાં ખાનગી હોસ્પિટલ ધરાવતાં ડો. હિરેનભાઇ કાળાભાઇ પટેલે 23 ડિસેમ્બર 2023ના રોજ એક વોટસએપ ગૃપમાં જોઇન થયા હતા. જે પછી બીજા વોટસએપ ગૃપમાં પણ જોઇન થયા હતા. અને ચેટ શરૂ કરી હતી. અજાણ્યા શખ્સોએ તબક્કાવાર રૂ.42,70,000નું રોકાણ કરાવ્યું હતુ. સામે કંપનીનો પ્રોફિટ સાથેનું કુલ બેલેન્સ રૂ. 1,12,54,764 બતાવવામાં આવતું હતંુ. તબીબ મિત્ર ડીસાના બિમલભાઇ બારોટને વાત કરી હતી. જેમણે માત્ર બે દિવસમાં રૂપિયા 8,50,000નું ઓનલાઇન રોકાણ કર્યુ હતુ. રકમ ઉપાડવાની પ્રક્રિયા કરતાં જમા થયેલી રકમના પ્રોફેટના 30 ટકા પ્રમાણે રૂ. 18,31,129 જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતુ. જોકે, તેમણે રકમ ભરી ન હતી. 19 ફેબ્રુઆરીએ જમા નાણાં ઉપાડવાની પ્રક્રિયા કરી હતી. જેમાં નાણાં મળ્યા ન હતા. તબીબ હિરેનભાઇ પટેલે અજાણ્યા શખ્સો સામે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એકને 1 કરોડનું પ્રોફિટ બતાવતાં બીજા તબીબે રૂ. 8.50 લાખનું રોકાણ કર્યું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.