
બનાસકાંઠા / ડીસામાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 27ને ફૂડ પોઈઝનિંગ
ડીસાઃ ડીસામાં શુક્રવારે મોડી સાંજે લગ્નમાં ભોજન બાદ શનિવારે વહેલી સવારે ઝાડા, ઉલટી અને પેટમાં દુ:ખાવાની સમસ્યા ઉભી થઈ હતી.જેમાં ફૂડ પોઇઝનિંગની અસર થતાં 27 વ્યક્તિઓને ભણશાળી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ડીસાના કચ્છી કોલોનીવાડીમાં રહેતાં વેરશી પ્રજાપતિના ત્યાં શુક્રવારે લગ્ન પ્રસંગે ભોજન સમારોહ યોજાયો હતો. લગ્ન પ્રસંગમાં ભોજન બાદ મહિલાઓ અને બાળકોને શનિવારે વહેલી સવારથી જ પેટમાં દુ:ખાવો અને ઝાડા ઉલટીની અસર થતાં તાત્કાલીક ડીસાની ભણશાળી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં.