બનાસકાંઠા જિલ્લામાં ૯૨૬૨૮ છાત્રો બોર્ડની પરીક્ષા આપશે
રખેવાળ ન્યુઝ પાલનપુર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ધોરણ ૧૦માં ૬૦,૦૮૨ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪૫૬૪ અને સામાન્ય પ્રવાહમાં ૨૭૯૮૨ મળી કુલ ૯૨૬૨૮ છાત્રો બોર્ડની પરીક્ષા આપશે. જેઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુચારૂ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હોવાનું બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિએ જણાવ્યું હતુ.