બનાસકાંઠા જિલ્લામાં જીરુંના પાકમાં ચરમીને સુકારાના રોગે દેખા દેતાં ખેડૂતો ચિંતિત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ:બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે જીરુથોડા પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં કુલ ૮૫,૦૦૦ ૫૧૫ જીરુંનું વાવેતર થયેલું છે. આ વર્ષે સાનુકૂળ હવામાનના પગલે જીરુનું વાવેતર ખૂબ સારું જોવા મળી રહ્યો હતો. ખેડૂતોએ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ જીરુના પાકની માવજત કરી ખૂબ સારી ઉપજ થાય તેવો આશાવાદ રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જીરૂના પાકમાં જમી અને સુકારાના રોગે દેખા દેતા ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
હવામાનમાં મિશ્ર ઋતુને લઈ સીધી અસર જીરુના ભાગ પર જોવા મળી રહી છે. જેને લઇ ગરમી અને શુક્રની અસર જોવાતા ખેડૂત વર્ગમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. બનાસકાંઠા જિલ્લામાં જીરાનું સૌથી વધુ વાવેતર શરદી તાલુકામાં વાવ અને થરાદમાં થવા પામ્યું છે. નર્મદાની કેનાલોના પાણીને લઇ વાવ વિસ્તારમાં ૩૫૨૬૫ હેક્ટર જમીનમાં જીરૂનું વાવેતર થયું છે.જ્યારે થરાદમાં ૧૮૨૧૦ હેકટર  જેટલું વાવેતર થયું છે. આ ઉપરાંત કાંકરેજમાં ૧૧૦૬૦ સુઇગામમાં ૬૯૯૪ ડીસામાં ૨૧૬૦ હેકટર સહીત અન્ય તાલુકાઓ પણ જીરુનું વાવેતર થવા પામ્યુ છે ત્યારે આ વર્ષે જીરૂનું ખૂબ સારું ઉત્પાદન થવાની આશા બંધાઈ હતી પરંતુ ગરમી અને સુકારાનો રોગ ને લઇ જીરું નો ફટકો પડવાની સંભાવના જોવા મળી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.