
બનાસકાંઠામાં ફરી ખેડૂતોના દુશ્મન તીડનું આક્રમણ થવાની શક્યતા
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થઇ શકે છે. આગામી મે મહિનામાં ફરી ખેડૂતોના દુશ્મન તીડનું આક્રમણ થવાની શક્યતા સંબંધિત ઓથોરીટી દ્રારા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે તંત્રને એલર્ટ રહેવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. નોંધનિય છે કે, આગામી ૧૯ ફેબ્રુઆરીએ ભારત સરકારની તીડ કંટ્રોલની ટીમ ગુજરાત આવી રહી છે. જે ટીમ ગાંધીનગર ખાતે કૃષિ અધિકારીઓ સાથે બેઠક કરશે અને બનાસકાંઠાના સરહદી વિસ્તારની મુલાકાત પણ લેશે તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.
બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોના પાક ઉપર ફરી તીડનું આક્રમણ થઇ શકે છે. જેને લઇ કેન્દ્રની તીડ કંટ્રોલ ટીમ આગામી ૧૯ ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહી છે. આ ટીમ ગાંધીનગરમાં કૃષિ અધિકારીઓ બેઠક યોજી જીલ્લાના સરહદી વિસ્તારની મુલાકાત પણ લેશે. સંબંધિત ઓથોરીટી દ્રારા આગામી મે મહિનામાં તીડ આક્રમણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સ્થાનિક તંત્રને પણ તીડ આક્રમણને લઇ એલર્ટ કરવામાં આવ્યુ છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત દિવસોએ તીડ આક્રમણથી પંથકના ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. જેને લઇ વારંવાર આવેદનપત્રો અને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી અમુક ખેડૂતોની તીડ આક્રમણની સહાય મળી નથી. પહેલા કમોસમી વરસાદ, તીડ આક્રમણ, ફરી કમોસમી વરસાદ-વાવઝોડું અને ફરી તીડી આક્રમણ બાદ સંબંધિત ઓથોરીટી દ્રારા મે મહિનામાં ફરી તીડ આક્રમણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.