બનાસકાંઠામાં જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી – કલેકટરશ્રી સંદીપ સાગલે
nxMzhFawhJY
બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેની બનાસવાસીઓને અપીલ ઘરમાં રહો, સુરક્ષિત રહો…
પાલનપુર
નોવેલ કોરોના(કોવિડ-૧૯)ની વૈશ્વિક મહામારી અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે ત્યારે બનાસકાંઠા માટે આનંદના સમાચાર છે કે જિલ્લામાં અત્યાર સુધી ૩૦ જેટલાં શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે એટલે કે આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેએ બનાસવાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો… તેમણે લોકોને આગ્રહભરી વિનંતી કરતાં કહ્યું કે આપણા માટે આ સમય વધુ સજાગ અને સતર્ક રહેવાનો છે અને લોકડાઉનનું પૂર્ણ પાલન કરવાનો છે. કોઇ લટાર મારવા નીકળે, સોસાયટીમાં ટોળું ભેગું કરે તેવી પ્રવૃત્તિઓ પર આપણે જાતે જ રોક લગાવવી જોઇએ જેથી કોરોનાના સંક્રમણથી બચી શકાય તેમ કલેકટરશ્રીએ જણાવ્યું છે.