
બનાસકાંઠામાં ગૃહ ઉદ્યોગના નામે મહિલાઓ સાથે છેતરપિંડી
રખેવાળ ન્યૂઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં ધોખાઘડી અને છેતરપીંડીના વધતા જતા બનાવોમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગૃહઉદ્યોગના નામે ૨૮૦ જેટલી મહિલાઓ સાથે રૂ.૨૭ લાખની છેતરપીંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખોટા ચેક આપી છેતરપિંડી આચરાઈ હોવાની રાવ ઉઠી છે. મહિલાઓ પાસે કામ કરાવી છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવાયો ન હોવાના આક્ષેપો ભોગ બનનાર મહિલાઓએ કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની બહેનો સાથે ગૃહ ઉદ્યોગના નામે થયેલી છેતરપિંડીમાં જિલ્લાની ૨૮૦ જેટલી બહેનો ભોગ બની છે. નિકુંજ નામના ઇસમે છેતરપિંડી આચરી હોવાનો બળાપો મહિલાઓએ ઠાલવ્યો હતો. રોનકબેન અને નેહાબેનની ભલામણથી બહેનો આ કામમાં જોતરાઈ હતી. જેમાં ચણીયા ચોળી બનાવવા સહિતની કામગીરી મહિલાઓ કરતી હતી. ?.૨૭ લાખ જેટલી રકમ સલવાઇ હોવાની રજુઆત માટે ભોગ બનનાર મહિલા ઓ કલેકટર કચેરી ખાતે દોડી આવી હતી. જ્યાં તેઓએ ન્યાયની ગુહાર લગાવી હતી.