
બનાસકાંઠાના રામસણમાં ક્યારેય હોળી પ્રગટાવાતી નથી.
પાલનપુરઃગુજરાતભરમાં રંગોના તહેવાર હોળી-ઘુળેટીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાનું એક ગામ એવું છેકે જ્યાં છેલ્લા ૨૧૦થી વધુ વર્ષોથી હોળીનો તહેવાર માનાવવામાં આવતો નથી. આ ગામમાં ક્યારેયપણ હોળી પ્રગટાવવામાં આવતી છે. અમે વાત કરી રહ્યાં છીએ ડીસા તાલુકામાં આવેલા રામસણ ગામની. વર્ષો પહેલા હોળી પ્રગટાવતી વખતે ગામમાં આગ લાગી હોવાથી ગ્રામજનોમાં એવી માન્યતા છેકે જો હોળી પ્રગટાવવામાં આવશે તો ફરીથી આગ લાગશે. તેથી આ ગામમાં વર્ષોથી હોળીકાદહન કરવામાં આવતું નથી.
ગુજરાત રાજ્યના બનાસંકાઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું આ રામસણ ગામને પોરાણિક નામ ‘રામેશ્વર’થી ઓળખવામાં આવે છે. અહીંના લોકોએ જણાવ્યા મુજબ ભગવાન રામ અહીં આવ્યા હતા અને તેમણે રામેશ્વર ભગવાનની પૂજા કરી હતી. રામેશ્વરના નામ પર વસેલા આ ગામમાં લગભગ ૧૦ હજારની વસ્તી વસવાટ કરે છે.
આ ઐતિહાસીક ગામમાં ૨૧૦ વર્ષ પહેલા હોળી પ્રગટાવવમાં આવી હતી. પરંતુ અચાનક જ આ ગામ આગની લપેટમાં આવી ગયું હતું અને તે સમયે ગામના લોકો ભયભીત થઇ ગયા હતા. આ આગ લાગવા પાછળ લોકોની માન્યાતા એવી છે કે તે સમયના રાજાએ સંતોને અપમાનીત કર્યા હતા અને સંતોએ રાજાને શ્રાપ આપ્યો હતો. જેના કારણે હોળીના તહેવાર પર ગામમાં આગ લાગી હતી. ત્યાર બાદ ઘણા વર્ષો પછી ગામના લોકોએ હાળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતું ગામમાં ફરી આગ લાગી અને કટલાક મકાનો પણ બળી ગયા હતા. ત્રણ વખત હોળીના દિવસે આવી ઘટના બની હતી. ત્યાર બાદ આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.
આ ગામમાં ઘણા એવા લોકો પણ છે જેમને ખબર નથી હાળીનો તહેવાર શું છે. કેટલાક લોકો જણાવે છે કે અમે બીજા ગામમાં જઇએ ત્યારે હોળી જોઈએ છીએ ત્યારે અમને દુઃખ થાય છે કે અમે અમારા ગામમાં હોળીનો તહેવાર કેમ નથી ઉજવતો. રામસણ ગામના લોકો આજે પણ કથિત શ્રાપિત ધરતીથી ડરી ગયેલા છે. તેમને ભય છે કે હોળી પ્રગટાશું તો ગામ આગની લપેટમાં આવી જશે.આભાર – નિહારીકા રવિયા