બનાસકાંઠાના ખેડૂતો દેશનો ભવ્ય વારસો જાણી શકે તે માટે ભારત-દર્શન ટ્રેન દ્વારા યાત્રા કરાવી હતી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ખેડૂતો દેશનો ભવ્ય વારસો જાણી શકે તે માટે ભારત-દર્શન ટ્રેન દ્વારા યાત્રા કરાવી હતી
 
માણસના જીવનમાં પ્રવાસનું અનેરું મહત્વછે. જીવન હરતું- ફરતું ન હોય તો કટાઈ જાય છે. એટલે જ તો કર્મયોગી માણસો કટાઈને જીવવા કરતાં ઘસાઈને જીવવા માગતા હોય છે. સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલે પોતાના જીવનમાં ‘ઘસાઈને ઊજળા થવું’ આ સુવિચારને સાર્થક કર્યો હતો અને તેનો લાભ ધરતીપુત્રોને મળે તેવું સતત વિચારતા  હતા.ખેડૂત વગર ભારત દેશનો વિકાસ કરવો અશક્ય છે. કરોડો લોકોનાજીવનનો આધાર ગામડામાં રહેતા ખેડૂતોછે તેના લીધે ભારત દેશ વિકાસિત થયો છે. બનાસકાંઠાના પનોતા પુત્ર ગલબાભાઈ પટેલ દરેક પરિસ્થિતિમાં ખેડૂતનું ભલું  ઇચ્છતા હતાં.
ગલબાભાઈ પટેલને બનાસકાંઠાના ખેડૂતોને દુનિયા દેખાડવી હતી.તેમણે ખેડૂતોને વર્તમાન પરિસ્થિતિ સાથે જોડવા માટે કોશિશ કરી હતી.  ગામના ખેડૂતો પોતાના ખેતર, ગામ, પશુ,પાદર સિવાય બહારની દુનિયા જોઈ નથી.ખેડૂતોનુંજીવન પ્રકાશમય બને તે માટે સફળ પ્રયત્ન કરીને અનેક લોકોના બુઝાઈ ગયેલા દીવાને ગલબાભાઈએ પ્રગટાવ્યા છે.સામાન્ય લોકોને સુખી કરવા તે નાનીસૂની બાબત નથી, કારણ કે દરેક માવનીનું લક્ષ સુખી થવાનું હોય છે.
આ વાત સન ૧૯૫૫ની છે. સાહિત્યની, ફૂલોની, અંતરની અને સંતોની નગરી પાલનપુરમાં એક ધાર્મિક કરુણ ઘટનાપ્રસંગે પૂજ્ય મુનિ શ્રી સંત બાલજી મહારાજનો શહેરમાં ચાતુર્માસ કાર્યક્રમ યોજાયો હતો. તે સમયે મુનિશ્રી એ  આ ઘટના માટે શુદ્ધિપ્રસંગકરવાનો આદેશ આપ્યો.તે ઘટના  સમયેસ્વર્ગસ્થ શ્રી ગલબાભાઈ પટેલ અને તેમના સાથીદારોએ મુનિશ્રીની આ વાતને શિરરસાવંદ્ય ગણી શુદ્ધિપ્રયોગ આદર્યો હતો.તેને પ્રજાએ સારો એવો આવકાર આપ્યો હતો–પરિણામે શુદ્ધિપ્રયોગને સફળતા મળી હતી.
ગલબાભાઈ પટેલ બનાસકાંઠાના ખેડૂતો માટે ‘કર્મયોગી’ સાબિત થયા છે. પોતાના જિલ્લાના ખેડૂતો જે  વખતે ભારત દેશને સ્વરાજ્ય મળ્યું તે પછી દેશમાં થઇ રહેલા વિકાસના કાર્યો નજરો- નજર જોઈ શકે અને દેશની પરિસ્થિતિનો ખ્યાલ આવે તે માટે એક શુભાશયથી જિલ્લા ખેડૂત મંડળના સંચાલન નીચે ૧૯૫૮,૧૯૬૧ અને ૧૯૬૫માં- આમ કુલ ત્રણ વખત ભારત દર્શનયાત્રા સ્પેશિયલ ટ્રેન નીકાળી હતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ગલબાભાઈ પટેલે કરેલા આ કાર્યનેહજી પણયાદ કરે છે અને ખેડૂત મંડળના તમામ મોવડીઓએ  આ રેલ્વે ગાડીઓમાં પ્રવાસ કરીને યાત્રિકાએ પ્રવાસ કર્યો હતો.બનાસકાંઠાના ખેડૂતોએ ભારતભરના પ્રવાસ કરીને દેશની ભવ્યતાના દર્શન કર્યા હતા. વિવિધ પ્રદેશોમાં ફરીને દેશની પરિસ્થિતિ, સાંસ્કૃતિક વારસો જાણી શક્યા હતા. સામાન્ય ખેડૂતોનું જીવન ગામડાંમાંપસારથઇ જતું હોય છે. પરંતુ ગલબાકાકા એવું ઇચ્છતા હતાં કે ગામડાંનો ખેડૂત બહાર ફરીને માહિતગાર  થાય…  દેશ આઝાદ થયા બાદ થોડા વર્ષો પછી કોઈ કલ્પના કરી શકે નહીં કે ભારત દર્શન કરીએ, દેશના જાણીતા સ્થળોનો પ્રવાસ કરીનેપણ ગલબાભાઈ પટેલે શક્ય કરી બતાવ્યું હતું.
હાલના સમયના નેતાઓને મળવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે. સત્તા હાથમાં આવ્યા પછી તેઓનો મૂડ પણ બદલાઈ જતો હોય છે.  ગલબાભાઈપટેલમાંઉંચેરી માનવતા હતી. કોઈ પ્રકારની મોટાઈ  ન હતી. જાહેર જીવનમાં મોટાઈ લાંબો સમય ટકી રહેતી નથી. મોટાઈના કારણે માણસનું ભાગ્યું જલ્દી તૂટી જતું હોય છે. જ્યાં મોટાઈ છે ત્યાં અહંકારના બીજ જલ્દી પાંગરે છે. ગલબાભાઈએ તો મોટાઈનો ગુણ પોતાના જીવનમાં સ્પર્શ કરવા ન દીધો હતો. તેના કારણે તેઓને ‘લોકસેવક’ તરીકે સંબોધન કરીને લોકો બોલાવતા હતા.
ગલબાભાઈ પટેલના જીવનના બધા પ્રસંગો હૃદયને સ્પર્શી જાય તેવા છે.આ લગભગ સને ૧૯૫૯ની  સાલનો પ્રસંગ છેઃ
એક સ્નેહીજન અને તેમના પત્ની ગલબાભાઈ પટેલને મળવા માટે આવ્યા હતાં. રાત્રે તેમના ત્યાં રાતવાસો કર્યો હતો. તે દિવસ ગલબાભાઈ પટેલ પોતાના ઘેર હતા નહીં  ત્યારે ગલબાભાઈપટેલના પત્નીએ ઠપકો આપ્યો હતો. એ વખતેગલબાભાઈએ જાણે રોકડું સંભળાવી દીધું હોય તેવી રીતે કહ્યું કે,‘‘ આપણા ઘરમાં શું ધનના ભંડાર ભર્યા છે, કે કોઈ લૂંટી જાય? આપણે ત્યાં તો ધન નહીં,પણ ધાન છે.તે ચોર બિચારો કેટલું ઉપાડી
જશે ?’ કેટલો તેજસ્વી વિચાર છે!
એક બીજો પ્રસંગ છેઃ
ગલબાભાઈ પટેલે સાદગીનેપણ પોતાના જીવનમાં આત્મસાત્ કરી હતી.તેનો ખ્યાલ આ પ્રસંગ પરથી આવે છે.
એક વ્યક્તિ તેઓને મળવા માટે નળાસર આવ્યા હતાં. લગભગ સવારના સાત વાગ્યાની આસપાસના સમયે છેક ગલબાભાઈ પટેલના ઘેર પહોંચી ગયા હતાં અને જાણવા મળ્યું કે તેઓ ખેતરમાં ગયા છે. પેલામળવા ગયા તે ભાઈને ઉતાવળ હતી. ઘેર પૂછ્યું તો ખબર પડી કે ગલબાભાઈ તો ખેતરે ગયા છે. મળવા ગયા તે ભાઈ તો હજી અડધે રસ્તે પહોંચ્યે ત્યાં તો ગલબાભાઈ પટેલ તો સામે મળ્યા. ગલબાભાઈ પટેલના માથે તો બોગણું અને સામે મળ્યા. મળવા માટે આવ્યા હતા તે ભાઈ ગલબાભાઈ સાથે ઘેર ગયા અને બેસાડીને ઘરમાં ગયા અને થોડો સમય પસાર થયા બાદ પેલા ભાઈને કહ્યું- ચાલો ઘેંસ અને દૂધ ખાવા! ત્યારે પેલા ભાઈ નવાઈ લાગી અત્યારે નાસ્તો…? તેમણે કહ્યું : ‘‘ભાઈ નેતાગીરી કરવી હોય તો વહેલા ઊઠીને કુટુંબનું કામકાજ જાતે પતાવી લેવું.ને જે કાંઈ હાજરમાં ખાવાનું  હોય તેનાથી પેટાપૂજા કરીને જ બહાર નીકળવું કે જેથી આખો દિવસના ધીબાકા.’’ 
આમ, ગલબાભાઈ પટેલે જીવનની દરેક પરિસ્થિતિમાં શ્રેષ્ઠતાને સાબિત કરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.