બટાકાના ભાવમાં તેજી નો માહોલ : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઘણા વર્ષો બાદ ખેતરોના બટાકાના ભાવ ઉચકાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

( અહેવાલ : નરસિંહ દેસાઈ વડાવલ )

વાવેતરમાં ઘટાડા બાદ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાતા બટાકાના ભાવમાં તેજીનો માહોલ

કોલ્ડ સ્ટોરેજમાં મુકાતા બટાકા ના ભાવ ની ખેડૂતો સહિત વેપારીઓની નજર: બટાકાનું હબ ગણાતા ડીસા પંથકમાં ખેતરોના બટાકાના ભાવ ઉચકાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે ગત વર્ષે ખેડૂતોના ખેતરમાંથી બટાકા ની ખરીદી પણ કોઈ કરતું ન હતું તેની જગ્યાએ આ વર્ષ ખેતરો ના બટાકા ની ડિમાન્ડ જોવા મળી રહી છે અને ખરીદી કરનાર લોકો સામેથી ખેતરોમાં જઇ બટાકાની ખરીદી કરી રહ્યા છો અને બટાટાનો ભાવ પણ આસમાને પહોંચતા ખેડૂતોના ચેહરા પર ખુશી છલકાઈ રહી છે. દસ વર્ષ બાદ સીઝનમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં: ગત વર્ષે ની સરખામણી એ વાવેતર પણ ધટયુ હતું જીલ્લા માં 52089  હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું. પણ ચાલુ વર્ષે ઠંડી બરાબર નહીં જામતા બટાકાના ઉત્પાદન માં ધટાડો નોંધાઈ રહ્યો છે જેના કારણે પ્રથમ વાર ખેડૂતોને ખેતરોના બટાકામાં આટલા ઊંચા ભાવો મળી રહ્યા છે દર વર્ષે  બટાકાની કાઢવાની સીઝનમાં જ બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે. જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ નીચા ભાવમાં પણ બટાકા વેચવા પડે તેવી સ્થિતિ રહેતી હતી અને  બટાકાના ભાવ તળિયે જતાં ખેડૂતોની હાલત ખરાબ થઈ જતી જોકે આ વર્ષે બટાકામાં સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

બટાકા ના પાકમાં અનેકવાર મંદિ ના કારણે ખેડૂતોને તેના ભાવ મળતા ન હતા: બટાકામાં અનેક વાર ભયંકર મંદી ના કારણે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને સ્ટોર કરેલા બટાકા રોડ પર ફેંકવાનો વારો આવ્યો હતો ગત વર્ષ પણ ખેતરોના બટાકાના ભાવમાં મળતા ખેડૂતોએ રાજ્ય સરકાર પાસેથી પોષણક્ષમ  ભાવ માટે સબસીડીની માંગ કરી હતી અને રાજ્ય સરકારે સબસીડી પણ જાહેર કરી હતી પરંતુ આ વર્ષે તો શરૂઆતમાંથી જ બટાકાના ભાવ ઊંચા રહેતા ગત વર્ષ કરતા બમણા ભાવ મળી રહ્યા છે.

સીઝનના સમયે તો બટાકાના ભાવ ઉચકાયા પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં ભાવ કેવા રહેશે તેના પર સૌની નજર: છેલ્લા દસેક વર્ષથી સિઝન ટાણે એટલે કે બટાકા કાઢવાના સમયે બટાકાના ભાવ ખૂબ નીચા રહેતા હતા અને ત્યાર બાદ કોલ્ડ સ્ટોરેજમાં ભરાયા બાદ ભાવમાં વધઘટ થતી હોય છે, પરંતુ આ વર્ષે બટાકા કાઢવાની સિઝનમાં જ ખેડૂતોને .હાલમાં ડીસા પંથકમાં ખેતરોમાંથી બટાકા 250થી લઈને 300 રૂપિયા પ્રતિ મણ સુધી મળી રહ્યા છે. જ્યારે કેટલાક ખેડૂતો જાતે જ પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રહ્યા છે. ચાલુ વર્ષે વાવેતર વધુ અને ઉત્પાદન ઓછું થવાના કારણે બટાકામાં તેજી જોવા મળી રહી છે. જેથી ખેડૂતો હરખાઈ રહ્યા છે અને આ જ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવું ખેડૂતો માની રહ્યા છે.

ડીસા પંથકમાં છેલ્લા બે દિવસથી કોલ્ડ સ્ટોરેજ માં બટાટા ની આવક વધારો: ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસ થી કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની આવક થઈ જાય છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી કોલ્ડ સ્ટોરેજ ની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે એક બાજુ હવામાન વિભાગની વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે ત્યારે ખેડૂતો પણ પોતાનો મહામુલો બટાટા નો પાક ઝડપથી નિકાલ થાય તે માટે ની કામગીરી કરવામાં આવતા સ્ટોરેજમાં બટાકા ના માલની આવક માં પણ વધારો થયા નુ જાણવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.