પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ થાળી વગાડી અભિવાદન કર્યું
EojEtaZhUlY
ગઈકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનતા કરફ્યુના આહવાનને દેશભરમાં પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. જયારે સાંજે લોકોએ થાળી શંખ વગાડી કરફ્યુ દરમ્યાન ફરજ પર કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પોતાના પરિવાર સાથે થાળી વગાડી અભિવાદન કર્યું હતું અને જનતા કરફ્યુ દરમ્યાન ફરજ પર કર્મચારીઓનો તેમજ જનતા કરફ્યુને સમર્થન આપવા માટે પ્રજાનો આભાર માન્યો હતો.