પાલનપુર હોમગાર્ડમાં ફરજ પ્લાટુન સાર્જન તરીકે ફરજ બજાવતા જવાનનું ફરજ દરમીયાન મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ફરજ ઉપર હોમગાર્ડ જવાનને બી.પી વધીજતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા
પાલનપુર
 
પાલનપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા એક હોમગાર્ડ જવાન કોરોના વાયરસના ભારત લોક ડાઉનના બંદોબસ્તમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ બજાવતા ફરજ દરમીયાન બીપી વધી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેનું સારવાર દરમીયાન મોત નિપજતા પરીવારમાં શોક છવાયો હતો.
 
કોરોના વાયરસના પગલે સરકાર દ્વારા સમગ્ર ભારત લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે.જેના ભાગરૂપો પોલીસ જવાનો સાથે ખભેખભો મીલાવાને હોમગાર્ડ જવાનો પણ ફરજ બજાવી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવી જાહેર નામાનો ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે.જેના પગલે બનાસકાંઠામાં પણ કોયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પાલનપુર શહેરમાં હોમગાર્ડ જવાનોને પોલીસ સાથે ફરજ સોપવામાં આવી છે.જેથી પાલનપુર શહેરમાં રહેતા અને પાલનપુર યુનિટમાં પ્લાટુન સાર્જન તરીકે  ફરજ બજાવતા શૈલેષભાઇ.બી. શ્રીમાળીને પાલનપુર સિમલા ગેટ વિસ્તારમાં ફરજ સોપવામાં આવી હતી.જેથી ફરજ ઉપર હાજર હતા.તે સમયે બી.પી વધી જતા ઓમેટીંગ થવા લાગી હતી.જેથી તેમની સાથેનો જવાન તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમીયાન હોમગાર્ડ જવાનનું મોત નિપજ્યુ હતુ.આ ઘટનાની જાણ થતા જિલ્લા કમાન્ડન્ટ રમેશભાઇ પંડ્યા,જિલ્લા હોમગાર્ડ સબ ઇન્સપેક્ટર એલ.એચ.વ્યાસ, લીગલ ઓફીસર મનોજભાઇ  ઉપાધ્યાય,ઓફિસર કમાન્ડર પ્રશાંતભાઇ ગૌસ્વામી,પ્લાટુન કમાન્ડર મુસ્તાકભાઇ ચૌહાણ સહીત હોમગાર્ડ જવાનો દોડી આવ્યા હતા.અને જિલ્લા કમાન્ડન્ટ રમેશભાઇ પંડ્યાની સુચનાથી હોમગાર્ડ જવાનના પરીવારને જડપથી સરકારી સહાય મળે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.