પાલનપુર / મોડી રાત સુધી ડીજે વગાડતા વરરાજાના પિતા સહિત ત્રણ સામે ફરિયાદ
પાલનપુરઃ પાલનપુરમાં દીકરાના લગ્ન પ્રસંગે મોડી રાત સુધી ડી.જે. વગાડતા પિતા સહીત ડી.જે.ના માલીક સામે પોલીસે અવાજ પ્રદુષણ નિયમ અને નિયંત્રણ અધીનીયમ મુજબ ગુનો નોધી ડી.જે.ના ટ્રક સહીત માલીકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.જેને લઈ લગ્નમાં મોડે સુધી ડીજે વગાડનાર લોકોમાં અને ડીજે ધારકોમાં ફફડાટ ફેલાયો છે.પાલનપુરના આંબાવાડી મારૂતી આઇસ ફેક્ટરી પાછળના વિસ્તારમાં રહેતા શાંતિલાલ નરસિહભાઇ પરમારએ પોતાના દીકરા વિપુલના લગ્નમાં વડગામથી ડી.જે. બોલાવ્યુ હતુ.જે નિયમો વિરૂધ્ધ મોડીરાત સુધી વગાડી રહ્યા હતા.જેને લઇ પોલીસે મોડીરાત સુધી વાગતા ડી.જે.ના સ્પીકરો,ટ્રક નં.જીજે-૭-વાય-૧૩૭૪ સહીત રૂ.૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ડી.જે. વગાડનારા ડી.જે. માલીક પરેશભાઇ ડાહ્યાભાઇ પ્રજાપતિ અને શૈલેષભાઇ રાજાભાઇ પ્રજાપતિની અટકાયત કરી ડી.જે.નુ આયોજન કરનારા વરરાજના પિતા શાંતિલાલ નરસિહભાઇ પરમાર સામે અવાજ પ્રદુષણ નિયમ અને નિયંત્રણ અધીનીયમ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરતા શહેરના અન્ય ડી.જે. ધારકોમા ફફડાટ પ્રસર્યો હતો.પાલનપુરઃ પાલનપુરમાં દીકરાના લગ્ન પ્રસંગે મોડી રાત સુધી ડી.જે. વગાડતા પિતા સહીત ડી.જે.ના માલીક સામે પોલીસે અવાજ પ્રદુષણ નિયમ અને નિયંત્રણ અધીનીયમ મુજબ ગુનો નોધી ડી.જે.ના ટ્રક સહીત માલીકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.જેને લઈ લગ્નમાં મોડે સુધી ડીજે વગાડનાર લોકોમાં અને ડીજે ધારકોમાં ફફડાટ ફેલાયો છે.પાલનપુરના આંબાવાડી મારૂતી આઇસ ફેક્ટરી પાછળના વિસ્તારમાં રહેતા શાંતિલાલ નરસિહભાઇ પરમારએ પોતાના દીકરા વિપુલના લગ્નમાં વડગામથી ડી.જે. બોલાવ્યુ હતુ.જે નિયમો વિરૂધ્ધ મોડીરાત સુધી વગાડી રહ્યા હતા.જેને લઇ પોલીસે મોડીરાત સુધી વાગતા ડી.જે.ના સ્પીકરો,ટ્રક નં.જીજે-૭-વાય-૧૩૭૪ સહીત રૂ.૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ડી.જે. વગાડનારા ડી.જે. માલીક પરેશભાઇ ડાહ્યાભાઇ પ્રજાપતિ અને શૈલેષભાઇ રાજાભાઇ પ્રજાપતિની અટકાયત કરી ડી.જે.નુ આયોજન કરનારા વરરાજના પિતા શાંતિલાલ નરસિહભાઇ પરમાર સામે અવાજ પ્રદુષણ નિયમ અને નિયંત્રણ અધીનીયમ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરતા શહેરના અન્ય ડી.જે. ધારકોમા ફફડાટ પ્રસર્યો હતો.