પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો ન ભરનાર ૩૦૦ રીઢા બાકીદારોને નોટીસ અપાઈ
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર નગરપાલિકા એ ૩૦૦ જેટલા રીઢા બાકીદારોને નોટિસ પાઠવી છે. વ્યવસાય વેરો ન ભરતા આ બાકીદારોને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જોકે, આ રીઢા બાકીદારો જો વ્યવસાય વેરો નહીં ભરે તો બાકીદારોના બેંક એકાઉન્ટ ટાંચમાં લઇ કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો ન ભરનાર રીઢા બાકીદારોને નોટીસ ફટકારતા અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો. પાલનપુર શહેર મા કેટલાયે રીઢા બાકીદારો છે. સિવિલ સહિત સરકારી કચેરીઓના પણ લાખોના વેરા બાકી છે. ત્યારે પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનું સૂઝે છે. જોકે અત્યારે તો બાકીદારોને નોટિસ અપાઇ છે. તેમની સામે લાલ આંખ પણ કરાઈ છે. પરંતુ જો આવી લાલ આંખ શહેરમાં થતા વિકાસના કામો પ્રત્યે કરાય તો ચોક્કસ શહેરીજનો રાહત અનુભવશે.