પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરા પેટે મિલ્કતો સીલ કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં રીઢા બાકીદારોની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ  ધરાઈ છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ઘણા સમયથી વેરો બાકી છે તેવા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરી આવા બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આજે પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ રોયલ કોમ્પ્લેક્સમાં પણ રીઢા બાકીદારોની મિલ્કતોને નગરપાલિકાની ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. ઉપરોક્ત કોમ્પલેક્સને સીલ મારી જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ૩૧ માર્ચ સુધીના કરવેરાના બાકી નીકળતા નાણાં વસૂલ કરવા સંદર્ભે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ની કલમ મુજબ આ મિલકતને સીલ કરવામાં આવેલ છે. તો આ મિલકતનું નગરપાલિકા દ્વારા જે સીલ કરવામા આવેલ છે. તો આ સીલ નગરપાલિકા ના મુખ્ય અધિકારીને લેખિત પરવાનગી મેળવ્યા બાદ જ દુર થઇ શકશે. સદર મિલ્કત પર બાકી ટેક્સના નાણાં ૧૫ દિવસમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકત નગરપાલિકાના અધિનિયમ અનુસૂચિની કલમ હેઠળ આખરી નોટિસ આપવામાં આવશે. અને ત્યારબાદ પાંચ દિવસમાં નાણાં ભરવામાં નહીં આવે તો નોટિસની મુદત પૂરી થતા જ નગરપાલિકા દ્વારા મિલકતની જાહેર હરાજી દ્વારા નિકાલ કરી ટેક્સના નાણાં વસૂલ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.