
પાલનપુરમાં ૪વર્ષીય બાળકી બેભાન અવસ્થામાં મળી આવી, સારવાર હેઠળ મુકાઇ
પાલનપુર રેલ્વેસ્ટેશન પાસેથી ૪વર્ષીય બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ડોક્ટરે દુષ્કર્મ થયુ હોવાનો ઘટસ્ફોટ કરતા ચકચાર મચી ગઇ છે. રેલ્વે ક્વાર્ટરમાં મળેલી બાળકી પર હેવાની કૃત્ય કરાયુ હોવાનુ સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરના રેલ્વે ક્વાર્ટરમાંથી બેભાન અવસ્થામાં ૪ વર્ષીય બાળકી મળી આવી છે. પ્રાથમિક તપાસમાં તેની સાથે દુષ્કર્મ ફેંકી દેવાઇ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવીલમાં લઇ જવામાં આવી હતી. રેલ્વે ક્વાર્ટરમાંથી બાળકી મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
ડીસામાં સામુહિક દુષ્કર્મ બાદ આજે વધુ એક ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને લઇ પોલીસે પણ તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પાલનપુર શહેર અને સમગ્ર પંથકના લોકો આવુ હેવાનીકૃત્ય કરનારા ઇસમો સામે ફીટકાર વરસાવી રહ્યા છે.