પાલનપુરમાં હવામાનમાં સૌથીમોટો પલટો, ધીમીધારે વરસાદ શરૂ

lSAaXGLG2gQ
બનાસકાંઠા

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે આજે બનાસકાંઠાના હવામાનમાં સૌથીમોટો પલટો આવ્યો છે. ઉનાળાની શરૂઆત વચ્ચે અચાનક પાલનપુરમાં બપોરના સમયે ધીમીધારે વરસાદ શરૂ થતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. મિશ્ર ઋતુમાં હવામાને કરવટ બદલતાં કમોસમી વાવઠું પડ્યુ હોઇ ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. પાલનપુરમાં વરસાદ પડ્યો હોવાનું સામે આવતાં ખેડૂત સહિત વેપારી આલમમાં હવામાનની ચર્ચા ટોપ ટ્રેન્ડમાં આવી છે.
 
 
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર પંથકમાં વરસાદની એન્ટ્રીએ દોડધામ મચાવી દીધી છે. આગાહી મુજબ જીલ્લાના એકમાત્ર પાલનપુર શહેરમાં કમોસમી વાવઠું બપોરે શરૂ થતાં ખેડૂતવર્ગ અને ગંજબજારમાં મુકેલ જથ્થાના માલિકોમાં ખળભળાટ મચી ગયો છે. હજુ તો ઉનાળો શરૂ થયો ને અચાનક પાલનપુરમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ રહીશોને થઇ રહ્યો છે. વરસાદની સ્થિતિને લઇ પાકોમાં નુકશાની થવાની સંભાવના બની છે.
 
હવામાન વિભાગે રાજ્યના અન્ય જીલ્લાઓની જેમ બનાસકાંઠા માટે પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેમાં પાલનપુરમાં બપોરે માવઠું પડતાં ગંજબજારમાં ખુલ્લામાં પડેલો માલ સાચવવા દોડધામ મચી ગઇ હતી. આ દરમ્યાન હવામાનમાં ઉથલપાથલને પગલે રહીશોને ઠંડી અને ગરમીનો અનુભવ ગણતરીના કલાકો વચ્ચે મેળવવો પડ્યો છે. વરસાદની સ્થિતિ સામે ઉભાપાક ઉપર સંભવિત અસર ખેડૂતોને મુંઝવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.