પાલનપુરમાં વોટ્‌સએપથી મિત્ર બનેલા શખ્સે પરીણિતાને બ્લેકમેઇલ કરી રૂ. ૪૦ હજાર પડાવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ૫લનપુર : પાલનપુરના આબુ હાઇવે વિસ્તારમાં રહેતી એક પરીણિતા સાથે વોટસએપ માં મિત્રતા કેળવી ફોન ઉપર થયેલી વાતચિત તેણીના પતિને કહી દેવાની ધમકી આપી બ્લેક મેઇલ કરી તેણીની પાસેથી જુદાજુદા સમયે રૂપિયા ૪૦,૦૦૦ પડાવી લીધા હતા. આખરે પરીણિતાએ આ અંગેની વાત તેના પતિને કરતાં પોલીસે રાહુલ દવે નામના શખ્સ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાજમાં મોબાઇલ ફોન સહીત સોશિયલ મીડિયાનો દૂરપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કિસ્સા પોલીસ ચોપડે અવાર- નવાર નોંધાતા હોય છે. જેમાં પણ  ખાસ કરીને મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પાલનપુરમાં બનવા પામ્યો છે.  આ અંગે પશ્વિમ પોલીસ મથકના ઓફિસરે જણાવ્યું હતુ કે, શહેરના આબુ હાઇવે નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી પરીણિતા પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં ફેસબુક, મેસેન્જર, વોટસએપ જેવા એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી. જે દરમિયાન દોઢ વર્ષ અગાઉ તેના ફેસબુક આઇડી ઉપર મેહુલ દવે નામના શખ્સની રિકવેસ્ટ આવી હતી. જે તેણીએ એક્ષેપ્ટ કરી હતી. જે બાદ બંને વચ્ચે ફેસબુક  અને મેસેન્જર દ્વારા વાતચિત થતી હતી.  આ શખ્સે પ્રથમ તેણીની સાથે વિશ્વાસ કેળવ્યો હતો. અને જુદાજુદા સમયે રૂપિયા ૪૦,૦૦૦ લીધા હતા. જોકે, પરીણિતાએ તેની સાથે વાતચિત કરવાનું બંધ કરતાં રાહુલ દવેએ જુદાજુદા મોબાઇલ ફોન ઉપરથી ફોન કરી પરીણિતાનો સંપર્ક કર્યો હતો. અને વોટસએપ કોલ રેર્કોડિંગ કરી તેના પતિ તેમજ મિત્ર સર્કલમાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે પરીણિતાએ તેના પતિને વાત કરતાં આખરે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે રાહુલ દવે સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાહુલ દવે પરીણિતા સાથે મોબાઇલમાં ફેસબુકથી વાતચિત કરતો હતો. આ ઉપરાંત તેની બહેન સોનલબેન, તેના મમ્મી અને પત્નિ ભૂમી સાથે પણ અવાર- નવાર પરીણિતાને વાતચિત કરાવતો હતો. પરીણિતાએ મોબાઇલ ફોન ઉપર વાતચિત કરવાની ના પાડતાં રાહુલ દવેએ પોતે મરી જશે અને પરીણિતાનું નામ આપશે તેવી ધમકી પણ આપી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.