પાલનપુરમાં ઘરમાંથી મળી મહિલાની લાશ, હત્યા કે આત્મહત્યા ?
પાલનપુરમાં પોતાના જ પરિણિતાનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યુ છે. મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરિવારમાં ઘટનાથી શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. બે બાળકોની માતાનો આજે બપોરના સમયે ઘરમાંથી મૃતદેહ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેરના તાજપુરા વિસ્તારમાંથી બે બાળકોની માતાનો પોતાના ઘરમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં પરિણિત મહિલાનું નામ લલિતાબેન હોવાનું સામે આવ્યુ છે. તેના પતિ નરેશ મજૂરી કામ કરતા હતા તો ત પોતે મસાલાના પાઉચનું પેકીંગ કરતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ છે. આજે બપોરે અચાનક તેમના બાળકો શાળાએથી ઘરે આવતા દરવાજો બંધ જોઇ જેઢાણીએ દરવાજો ખોલતાં લલિતાબેનનો મૃતદેહ મળી આવ્યો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, લલિતોબેને આપઘાત કર્યો છે કે તેમની હત્યા કરવામાં આવી છે તેને લઇને પણ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં બે બાળકો સહિત તેમના પતિ નરેશભાઇ પણ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે હાલતો પાલનપુર પશ્વિમ પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ સાથે લલિતાબેનની હત્યા કરાઇ છે કે પછી તેમને આત્મહત્યા કરી છે તે બાબતે પણ વધુ તપાસ હાથ ધરી છે.