
પાલનપુરમાંથી કોરાના વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા ચકચાર
પાલનપુર
ચીનમાં કોરાના વાઇરસએ તબાહી મચાવી છે. ચીનના કોરોના વાઇરસ ૭૦ દેશોમાં પ્રસરી ચુક્યો છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનો વાઇરસનો પગપેસારો થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. પાલનપુરમાંથી શંકાસ્પદ કોરોના વાઇરસનો કેસ મળી આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.
પાલનપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. મૂળ કાણોદર ગામના મુશાયબઅલી શેરસીયા થોડા દિવસ અગાઉ ઈરાન થી ભારત આવ્યા હતા. જેઓને કોરાના વાઇરસના લક્ષણો જણાતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળેલ છે.
દર્દીને શરદી તાવ જેવા કોરાના વાયરસ જેવા લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શંકાસ્પદ કોરોના વાઇરસના દર્દી હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ કોરાના વાઇરસના પગપેસારાને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.