ધાનેરા મત વિસ્તારમાં ભારે ગરમી ઉકળાટ વચ્ચે મતદારો એ કર્યું હોંશે હોંશે મતદાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ગરમી થી બચવા માટે કુલર તેમજ મંડપ બાધાવામાં આવ્યા: ધાનેરા મત વિસ્તાર માં 273 બુથો પર  સવારે નિયત સમય પ્રમાણે  મતદાન માટે ના શુભારંભ થયો હતો, ધાનેરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારો મા યુવાન વડીલો અને મહિલાઓ મતદાન માટે આવી પહોંચ્યા હતા.તો બીજી તરફ ધાનેરા વહીવટી તંત્રના વડા કલ્પેશ ભાઈ ઉનડક્ટ દ્વાર પણ ચૂંટણી પંચ ના આદેશ અનુસાર મહિલા સખી મંડળ સાથે આદર્શ મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા.તો ધાનેરા ની લાધાપુરા પ્રાથમિક શાળા ખાતે ખાસ દિવ્યાંગો માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું.કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારો નો ઉત્સાહ જોવા મળ્યો હતો .તો કેટલાક ગામો મા સ્થાનિક ગ્રામજનો દ્વાર ગરમી સામે મતદારો ને રક્ષણ મળી રહે તે માટે મંડપ બાધી છાયડો કરવામાં આવ્યો હતો.સાથે ધાનેરા તાલુકા ના સામરવાડા ગામ ખાતે મતદારો અને ચૂંટણી ફરજ પર ના કર્મચારીઓ માટે ખાસ કૂલર ની સુવિધા ઊભી કરવામાં આવી હતી.

ધાનેરા મત વિસ્તાર માં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકા નો સમાવેશ થાય છે. બફોર નાં 3 વાગ્યા સુધી ધાનેરા મત વિસ્તાર માં 55.55 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ધાનેરા તાલુકો પશુપાલન સાથે સંકળાયેલો તાલુકો હોવાના કારણે મતદાન માટે સવાર થી મતદારો આવી પહોંચ્યા હતા.100 વર્ષ વટાવી ચૂકેલા વૃદ્ધ મતદારો હોય કે પછી દિવ્યાંગ મતદારો કે ચાલી શકતા ના હોય આવા મતદારો પણ મતદાન મથક સુધી પહોંચી મતદાન કરતા નજરે પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.