ધાનેરા તાલુકાના રુણી ગામે પીવાના પાણીના ધાંધીયા થી લોકો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રમાં પાણી ન હોવાથી લોકોને ભારે પરેશાન ઉનાળાની શરૂઆત થવાની છે ત્યારે ધાનેરા તાલુકામાં પીવાના પાણીના પ્રશ્નો સામે આવી રહ્યા છે. આ ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં પાણી ન હોવાના કારણે પાણી પુરવઠા દ્વારા પાણી આપવામાં આવે રહ્યુ છે. પરંતુ  રુણી ગામે પીવાના પાણીની વિકટ સમસ્યાના કારણે લોકોને પાણી બાબતે મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રુણી ગામે કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી ન આવતુ હોવાથી ગામની કેટલીક મહીલાઓ ૨૯ ડીસેમ્બર ના રોજ રણચંડી બની પાણીની રજુઆત માટે મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદાર ને લેખીત તેમજ મૌખિક રજુઆત કરી હતી

જેથી પાણી આપવાની શરૂઆત થઇ હતી પરંતુ થોડા દિવસો પછી પરીસ્થીતી જેસે થે જેવી થવા પામી છે. આ ગામમાં ગ્રામ પંચાયત, આંગણવાડી તેમજ આરોગ્ય કેન્દ્રમાં પીવાનું પાણી આવતુ ન હોવાથી આ લોકોને મંદિરમાં જઇ પાણી ભરીને લાવવુ પડી રહ્યુ છે. ત્યારે બીજી તરફ બોર ઓપરેટરની નિષ્કાળજી ના કારણે જે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવામાં આવે છે તે પાણી નો સંપ પણ ઢાંકણા વગર ખુલ્લો જોવા મળી રહ્યો છે. અને સંપ ભરાતા પાણી ઉભરાઈ ને બહાર તળાવમાં જતું હોય છે તેમાં છતાં આ બાબતે કોઈ કાળજી લેવામાં આવતી નથી. આ બાબતે આંગણવાડી કાર્યકરે જણાવેલ કે બાળકો માટે નાસ્તો બનાવવો હોય કે કોઇપણ સામાન ધોવા માટે પાણી બહાર થી લાવવાની ફરજ પડી રહી છે. અમારી આંગણવાડીની બાજુમાં પરબ છે તેમાં પાણી અવાર નવાર ઉભરાઇને જતુ હોય છે ત્યારે અમારે ત્યાં પાણી આવતુ નથી આ બાબતે અમાંએ ગ્રામ પંચાયતમાં અવાર નવાર રજુઆત કરવા છતાં પાઇપ નાંખવામાં આવતી નથી તેમજ બાજુમાં આરોગ્ય કેન્દ્ર છે તેમાં પણ પાણી ન હોવાથી આવનાર દર્દીઓ તથા સ્ટાફને સૌચાલય જવુ હોય તો પણ કોઇકના ઘરે જવાનું થાય છે આ બધુ પાણી ન હોવાના કારણે થવા પામ્યુ છે.

ગામમાં પાણીના પ્રશ્ન બાબતે ગ્રામ પંચાયતના વહીવટદાર શેરસિહ કાળમાએ જણાવેલ કે આ બાબતે તપાસ કરીને જ્યાં પાઇપ લાઇન નાંખવાની થતી હસે ત્યાં નાખીને પાણી તાત્કાલિક ધોરણે ચાલુ થાય તેવી કામગીરી કરવામાં આવશે.

આ બાબતે ધાનેરાના  પાણીપુરવઠા અધિકારીએ જણાવેલ કે પાણી પુરવઠાનો પુરવઠો રોજ સમયસર ગ્રામ પંચાયતના સંપમાં નાંખી દેવામાં આવે છે અને તે પછી ક્યાં ક્યાં પાણી આપવુ તે જે તે ગ્રામ પંચાયતની કામગીરી હોય છે જેથી આ બાબતે મામલતદાર દ્વારા તલાટીને પણ પાણી બાબતે જાણ કરીને લોકોને સમયસર પુરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો આપવા માટે ખાસ જણાવ્યુ હતુ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.