
ધાનેરાના હડતા ગામની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના હડતા ગામની એક સગીરાને લલચાવી ફોસલાવી, અમદાવાદ લઈ જઈ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજાર્યો હોવાની વાલી વારસોએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ધાનેરા તાલુકાના હડતા ગામની ૧૪ વર્ષની સગીરા તા.૧૭/૬/ર૦૧૯ ના રોજ કુદરતી હાજતે ગયેલ. તે દરમીયાન ગામના યુવાન દલપતભાઈ રાજાભાઈ પરાડીયા તેને લલચાવી ફોસલાવી સાત દિવસ સુધી અમદાવાદ લઈ જઈ રૂમ ભાડે રાખી આ સગીરાના ગળામાં રહેલ દોરો વેચી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ. તે દરમીયાન ગામના લોકોને ખબર પડતાં સમાજમાં આબરૂ ન જાય તેથી લઈ આવી કોઈ ફરીયાદ કરેલ નહી પરંતુ તાજેતરમાં આરોપીઓ એક જ સમાજના હોઈ આ સગીરાને ઉપાડી જવાની વાત કરતાં તેના વાલી વારસોએ તા.ર૮/૧/ર૦ર૦ ના રોજ દલપતભાઈ રાજાભાઈ પરાડીયા, નેમાભાઈ રાજાભાઈ પરાડીયા અને પ્રહલાદભાઈ રાજાભાઈ પરાડીયા વિરૂધ્ધ ધાનેરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.