
ધાનેરાના શિયા ગામે ગામતળમાં વસવાટ કરતા ૨૦ પરિવારો વીજળીથી વંચિત
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના એક ગામના ૨૫ જેટલા પરિવાર આજના આધુનિક યુગમાં પણ વગર વીજળીએ જીવન જીવી રહ્યા છે. ગુજરાત મોડલ રૂપમાં જાણીતું છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ ઉમદાકાર્યથી નામના મેળવેલ છે. ૨૪ કલાક વીજળી અને બાળકીઓને શિક્ષણ બાબતે મોદી ચારે કોર ચર્ચામાં રહેલા છે. બીજી તરફ કંઈક અલગ જ ચિત્ર જાવા મળી રહ્યુ છે. ધાનેરાના શિયા ગામે ગામતળમાં વસવાટ કરતા ૨૦ પરિવારો વીજળીથી વંચિત રહી જવા પામ્યો છે. આજે પ્રધાનમંત્રી તરીકે કે પણ વિશ્વ ફલક પર મોખરે છે.જયારે આપના ગુજરાતની વાત કરીએ તો હાલ ગુજરાત ની યાત્રા એ ડોનાલ્ડ ટ્રપ આવી રહ્યા છે .જેને લઈ ગુજરાતના અમદાવાદ સહિત ટ્રપની મુલાકાત જે જે વિસ્તાર શહેરોમાં છે એ તમામ વિસ્તારોને રંગ રોગણ કરી સાંજવવામાં આવી રહ્યા છે. જેથી અમેરિકાની સત્તા પણ કહે કે ગુજરાત વિકાશીલ રાજ્ય છે.પણ જો ગામડાની મુલાકાત લેવામાં આવે તો આજે પણ લોકો મુશ્કેલભર્યું જીવન જીવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ઘર ઘર સુધી અને ૨૪ કલાક વીજળી આપવાની વાત કરી રહ્યું છે અને આ વાત સાચી પણ છે. પરંતુ કેટલીક જગ્યા એ વીજ વિભાગના અધિકારીઓની લાલીયાવાડીના કારણે વિકાશીલ ગુજરાત પર દાગ પણ લાગતા હોય છે.આવોજ એક દાગ ધાનેરાના વીજ વિભાગે લગાવ્યો છે. ધાનેરા તાલુકાના શિયા ગામે સરકારના નીતિનિયમો પ્રમાણે જે લોકો પાસે ઘર નથી કે પ્લોટ નથી આવા પરિવારોને ૧૦ વર્ષ પહેલાં ગામતળ નીમ કરી ૧૩૭ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જેમાં આજે આ વિસ્તારમાં ૨૫ પરિવારો વસવાટ કરે છે.આ પરિવારોને સરકાર દ્વારા મકાન સહાય પણ આપવામાં આવી છે. સાથે પીવાના પાણીના કનેક્શન શૌચાલય પણ સરકારી યોજનામાં મળ્યા છે.એટલે કહી શકાય કે સરકારની તમામ યોજનાનો લાભ આ પરિવારોને મળ્યો છે. જો કે જરૂરી વાત કરીએ તો વીજળી કે જેના વગર આજના આધુનિક યુગમાં રહેવું મુશ્કેલ છે. પણ આ ૨૫ પરિવારો આજે ૮ થી ૭ વર્ષથી વીજળી વગર અંધારામાં બેઠા છે. આજે જયારે દરેકના હાથમાં મોબાઈલ અને કમ્પ્યુટર છે.જયારે આ ગરીબ પરિવારો બેટરી વડે ઘરે દીવડા કરી રહ્યા છે.એક સાચી તસ્વીર ધાનેરા તાલુકાના શિયા ગામથી બહાર આવી છે. વર્ષોની રજુઆત કરવા છતાં આજે પણ વીજળી વગરના આ પરિવારો પોતાનું જીવન ધપાવી રહ્યા છે. ત્યારે ધાનેરા વિજવિભાગના ઉચ્ચ અધિકારીઓ આ ગામની મુલાકાત લઈ આ પરિવાર સુધી વીજળી પહોંચાડી યોગ્ય કાર્ય કરે તેવી માંગ ઉઠી રહી છે.
અહેવાલ : એન .કે .મોદી