ધાનેરાના થાવર ગામે સુકું ઘાસ ભરેલી મીની ટ્રકમાં આગ લાગતા દોડધામ ગૌશાળામાં લઈ જવાતા ઘાસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી

orDrI2Pz4ro
બનાસકાંઠા

ધાનેરા
ધાનેરા તાલુકાના થાવર ગામે મીની ટ્રક ભરેલ સુકા ઘાસમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે ફાયર આવે એ પહેલાં ઘાસનો જથ્થો બળીને ખાખ ગયો હતો.
ધાનેરા તાલુકાના થાવર ગામની ગૌશાળામાં ગાયો માટે સુકું ઘાસ મંગાવવામાં આવ્યું હતું. આજે ઘાસ ભરેલી મીની ટ્રક ગામમાં પ્રવેશ કરતા ટ્રક પરથી પસાર થતી વીજ લાઈન ઘાસને અડતા શોર્ટસર્કિટના કારણે ઘાસમાં આગ લાગી હતી અને ક્ષણભરમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આથી ગ્રામજનોએ ભેગા મળી પાણીનો મારો ચલાવ્યો હતો અને ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ પણ કરાઈ હતી. જોકે ધાનેરાથી ફાઇટર આવે એ પહેલાં ઘાસ બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. જેમાં ગૌશાળાને આશરે ૨૦ હજારનું નુકશાન થયું જોવાનું જાણવા મળ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.