દીઓદર પંથકમાં ચોર ટોળકીને લીલા લહેર : પોલીસના ચોર માથે ચારે હાથ
રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચોર ટોળકીએ ઘમાસાણા મચાવ્યું છે. અને ગ્રામીણ વિસ્તારમાં દેવ દેવીઓના મંદિરને ટારગેટ બનાવી લીલા લહેર કરી રહ્યા છે. જાણે કે પોલીસ ટોળકી પોલીસ તંત્ર સાથે ઘરાબો ધરાવતી ન હોય ? તેવું આમ જનતાને મહેસુસ થઈ રહ્યું છે.
દીઓદર તાલુકાના પાલડી, સરદારપુરા, જાષીડાવાસ વિસ્તારમાં એકાદ માસ પૂર્વે બે બાઈક ચોરોએ રમઝટ બોલાવી લાખો રૂપિયાની ચોરીઓ કરી પોલીસને જાણેકે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ બિન્દાસ ચોરીઓ કરેલ. હજુ આ ચોરો શોધવામાં દીઓદર પોલીસ નિષ્ફળ રહી છે. કે પછી આંખ આડા કાન કરી રહી છે. ત્યાં તાલુકાના ધનકવાડા ઓઢા પથકમાં છેલ્લા ત્રણ દિવસથી બાઈક સવાર ચોરો આતંક મચાવી રહ્યા છે. આ પંથકની પ્રજાની નિંદ ઉડી ગઈ છે. ત્યારે દીઓદરનું પોલીસતંત્ર હજુ પણ ગાઢ નિંદર તાણી રહ્યું હોવાનું મહેસુસ થઈ રહ્યું છે. ધનકવાડા ગામે ચોરી કરવા આવેલ ચોરનું લોકો જાગી જતાં બાઈક મુકીને ભાગી છુટેલ. પાછળથી ચોરને લોકોએ પકડીને પોલીસ હવાલે કરેલ છતાં પોલીસે કહેવાય છે કે આંખ આડા કાન કરી ચોપડે નોંધ શુધ્ધ પણ દર્શાવવાની કોશીશ કરી નથી. અને ચોરોને જાણે કે પરમીશન મળી ગયું હોય તેમ ખુલ્લેઆમ બની દિવસે પણ આ પંથકમાં ચોરોએ રમઝટ જમાવી પ્રજા ફરિયાદ કરવા ક્યાં જાય..? ધનકવાડા ગામે બાઈક નંય્૮ છષ્ઠ.૪૦૯ પકડાયેલ જાકે આ બાઈક ચાર આંકડાના નંબર વાળુ હોઈ શકે પાછળનો આંકડો કાઢી નાખેલ હોવાનું જણાય છે. આ બાઈક સાથે નો ચોર પકડ્યો પરંતુ પોલીસના ચોરના માથે ચારે હાથ હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે. દીઓદર તાલુકાના ઓઢા ગામમાં એકજ મંદિરમાં ચાર-ચાર વખત ચોરી થવા પામેલ છે. ધનકવાડા સધી માતાના મંદિરમાં રોકડ રકમ સાથે સોના-ચાંદીના દાગીના, આભુષણો સહિત લાખો રૂપિયાની ચોરીઓ થવા પામેલ. પ્રજાજનો ફરીયાદ નોધાવવાથી દુર ભાગી રહ્યા છે. ધનકવાડામાં જેમ મંદિર ગોગમહારાજના મંદીરને પણ ટાર્ગેટ વારંવાર કરવામાં આવે છે. કહેવાય છે કે ચાર જેટલી ચોરની ટોળકી આ પંથકમાં કારીગરી મચાવી રહી છે. જેમાંથી એકને પ્રજાએ પકડી પોલીસને હવાલે કર્યા છતાં પોલીસ હજુ હવામાંજ ફાયરીંગ કરી રહી હોવાનું મહેસુસ થાય છે.