દીઓદર તાલુકાના પાલડી (મીઠી) માં કોરોના શંકાસ્પદ કેસ મળતાં ફફડાટ
રખેવાળ ન્યુઝ દીઓદર : કોરોના સમગ્ર વિશ્વને હચમચાવી દીધેલ છે. દીન – પ્રતિદીન કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી દીઓદર તાલુકા માટે એક આંચકારૂપ સમાચાર છે. દીઓદર તાલુકાના પાલડી (મીઠી) ના રહીશ દરજીભાઈ બળવંતભાઈ નાગજીભાઈ (ઉ.વર૬) જે અરમેનીયા દેશમાં નોકરી કરતા હતા. જે તા.૧૮/૩/ર૦ર૦ ના રોજ ત્યાંથી તા.૧૯ ના અમદાવાદ આવી સાગર હોટલમાં રોકાણ કરી તા.ર૪/૩/ર૦ ના રોજ સવારે પાલડી (મીઠી) મધ્યે આવેલ જેને ગતરોજ તાવ અને કફના લક્ષણો દેખાવા સાથે તબિયત બગડતાં તાત્કાલીક સારવાર આપી ધારપુર ખસેડવામાં આવ્યો છે. જ્યાં રીપોર્ટ કરવામાં આવ્યા છે. આવતી કાલે રીપોર્ટ આવશે ત્યારબાદ પરિસ્થતિનો ખ્યાલ આવશે.