દીઓદરમાં ફરી તસ્કરોનો તરખાટ : શક્તિનગર અને ક્રિષ્નાનગર સહીત અન્ય બે સોસાયટીમાં ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

તાલુકા પ્રતિનિધિ દીઓદર : દીઓદર શહેર સહીત દીઓદર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચોર ટોળકીએ ઘમાસાણા મચાવ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં દેવદેવીઓના મંદિરને ટારગેટ બનાવ્યા બાદ ગત રાત્રે દીઓદર  શક્તિ નગર વિસ્તારમા  જસવંતલાલ મધુસુદનભાઈ ઠક્કરને ત્યાં અજાણ્યા શખ્સો ધરના દવાવાજાનું તાળુ તોડી ચોરી કરી નાસી છુટેલ તેમજ દીઓદર અન્ય બે સોસાયટીમાંઓ પણ ચોરી થવા પામતાં લોકોમાં ફફડાટ વ્યાપેલ છે. દીઓદર  શક્તિ નગર માં રહેતા જસુભાઈ ઠક્કર રાત્રે શિહોરી મુકામે સબંધીને ત્યાં ગયેલ હતા. સવારે વહેલા પરત ફરતાં ઘરના તમામ દરવાજા ખુલ્લા જાઈ ચોંકી ઉઠેલ અને તપાસ કરતાં ઘરના તમામ દરવાજાના નકુચા તોડી અજાણ્યા શખ્સો અંદર પ્રવેશી  તીજારીનું લોક તોડી અંદર રહેલ સોનાની ચેઈન, બે વીંટી, સોનાનું પેન્ડલ, લક્કી, તથા રૂ.રપ૦૦૦/-રોકડા અને લોખંડના પીપડામાં થી રૂ.૪૩૦૦૦/- એમ કુલ મળી ૧,૮૪,૦૦૦/- નો મુદામાલની ચોરી કરી નાસી છુટેલ.  જે અંગેની ફરીયાદ જસુભાઈ ઠક્કરે દીઓદર પોલીસ મથકે નોધાવેલ છે.તેમજ ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ માળી જેઓ રાત્રે લગ્નમાં ગયેલા હોઈ તેમનું ઘરના દરવાજાનું તાળુ તોડી ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહીત રૂ.પ૦ હજારની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે. તેમજ અન્ય બે સોસાયટીઓમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે.  આમ દીઓદરમાં ગત રાત્રી દરમ્યાન ચોરોએ બરોબરની રમઝટ જમાવી હોવાનું જાણવા મળેલ છે. દીઓદર પંથકમાં ચોરો આતંક મચાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા તેમજ પ્રજાજનોની ઉંઘ હરામ કરી રહ્યા છે. 
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.