દિયોદર તાલુકા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજુર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ગુરૂવારે તાલુકા પંચાયત પ્રમુખ ચિત્રલેખા કુંવરબા પ્રવિણસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને તા.પં.મીટીંગ હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ર૦ર૦-ર૧નું પુરાંતવાળું અંદાજપત્ર રજુ કરતાં સર્વાનુમતે ૬૩ર કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં વર્ષ દરમ્યાન શિક્ષણ, પશુપાલન, ખેતી, આરોગ્ય, રસ્તા સહિતના વિવિધ વિકાસના કામો અંતર્ગત ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એસ.જી.ઢુક્કા, પ્રવિણસિંહજી વાઘેલા, ઉપ પ્રમુખ બળવંતજી ઠાકોર, માનજીભાઈ જાષી સહિત તા.પં.ના સદસ્યો હાજર રહ્યા હતા. શાંતીપૂર્ણ માહોલમાં સામાન્ય સભા સંપન્ન થઈ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.