દાંતીવાડા ડેમ આધારિત સિંચાઈ પાણી માટે બેઠક યોજાઈ ધારાસભ્યોએ ખેડૂતો સાથે બેઠક યોજી ચર્ચા કરી
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ આધારિત ખેતી માટે આગામી ઉનાળુ સિઝનમાં ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે બુધવારે ડીસા અને પાલનપુરના ધારાસભ્ય સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ખેડૂતો સાથે બેઠકજી ચર્ચા કરી હતી.
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને દર વર્ષે ઉનાળો સિઝનમાં ખેતી માટે પાણીની ભારે અછત સર્જાતી હોય છે જેના લીધે ખેડૂતોને ખેતીના પાકો માટે પાણી યોગ્ય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આગામી ઉનાળુ સિઝનમાં ખેડૂતોને ખેતી માટે પાણીની અછતના વર્તાય અને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ આધારિત સિંચાઈ માટે કમાંડ વિસ્તારના ખેડૂતના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઉનાળુ પાકોના વાવેતરમાં પિયતના પાણીની વ્યવસ્થા કરવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.